ધરપકડ:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો, પીએસએલ ઝૂંપડાથી રૂ.1,496 નો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે એલોપથી દવાઓ અને સાધનો કબ્જે કર્યા

ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તારના ટાવર પાસે કોઇપણ માન્ય ડીગ્રી કે લાયકાત વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા બોગસ તબીબને સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધો હતો. બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત સાંજે પેટ્રોલિંગ દરમિયાન ગુડ્સ સાઇટ આવતાં બાતમી મળી હતી કે , ઇન્દીરાનગરમાં રહેતો તુષાર અતુલ ક્રિષ્ણા બિશ્વાસ કાર્ગો પીએસએલ ઝૂંપડપટ્ટી વિસ્તારના ટાવર પાસે કોઇ પણ માન્ય ડીગ્રી કે લાયકાત વગર દવાખાનું ચલાવી રહ્યો છે.

આ બાતમીના આધારે અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર ડો.આદિલ કુરેશીને જાણ કરી ટીમ સાથે તેના ક્લીનીક પર દરોડો પાડ્યો હતો. મેડિકલ સાધનો અને એલોપથી દવાઓ રાખી લોકોની દવા કરતા આ તબીબને પુછપરછ કરતાં પોતે બીએ સુધીનો અભ્યાસ કર્યો હોવાની કબૂલાત આપી પોતે ઉત્તરપ્રદેશમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરેલું હતું તેના આધારે જ અહીં પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવતાં રૂ.1,496 ની કિંમતના મેડીકલના સાધનો અને એલોપથી દવાઓ જપ્ત કરી બોગસ તબીબ વિરૂધ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 તેમજ આઇપીસીની કલમ 336 હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી તેમ પીઆઇ કે.પી.સાગઠીયાએ જણાવ્યું હતું. થોડો સમય બંધ રહ્યા બાદ ફરી પોલીસે તવાઇ શરૂ અકરતાં આ પ્રકારના નકલી ડોક્ટરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...