કાર્યવાહી:કંડલામાં બાર્જથી દરિયામાં ડૂબેલા ખલાસીનો મૃતદેહ મળી આવ્યો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટીબીના દરિયામાંથી જ 3 દિવસ બાદ મૃતદેહ મળ્યો

કંડલાના દરિયામાં 13 નોટિકલ માઇલ દુર કોલસા લઇજે જઇ રહેલા બાર્જમાંથી પગ લપસતાં ઓટીબીના દરિયામાં ગરકાવ થયેલા ખલાસીનો મૃતદેહ ત્રણ દિવસની સઘન શોધખોળના અંતે આજે ઓટીબીના દરીયામાંથી જ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાં શોધખોળ કરી રહેલી ટીમ આજે મોડી રાત્રે કંડલા પહોંચશે અને રામબાગ હોસ્પિટલ લઇ જવાશે.

આ ઘટના તા.4/9 ના કંડલાના દરિયામાં 13 નોટિકલ માઇલ દૂર ઓટીબી દરિયામાં બોયા નંબર1 પાસે બપોરે 1 વાગ્યા દરમિયાન બની હતી જેમાં રિશિ શિપિંગના બાર્જમાંથી જીએમબી/એનએલકે/90 રજિસ્ટર નંબરના એમવી પ્રકાશ બાર્જમાં કોલસો ભરી કંડલાથી નિકળેલા બાર્જમાં સિ-મેન તરીકે કામ કરતા મુળ બિહાર મુઝફફરનગરના 22 વર્ષીય મહોમ્મદ રૂસ્તમઅલી મહોમ્મદ સાહિદુલનો પગ લપસતાં તે દરિયામાં ગરકાવ થયો હતો.

ઘટના સમયે જ બાર્જ રોકી બોયા નાખી શોધખોળ કરવાનો પ્રયત્ન કરાયા બાદ કંડલા ટાવરમાં જાણ કરતાં જ કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ, પોર્ટના ટગ દ્વારા દરીયાના પાણીમાં ગરકાવ થયેલા સી-મેનની ગહન શોધખોળ કરાઇ હતી. આખરે ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ ગરકાવ થયેલા યુવાન ખલાસીનો મૃતદેહ આજે સાંજે ઓટીબી દરિયામાંથી મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ ટીમ રાત્રે 11 વાગ્યાના અરસામાં કંડલા પહોંચશે અને ત્યારબાદ રામબાગ હોસ્પિટલ લઇ જવાશે

અન્ય સમાચારો પણ છે...