ગ્રાઉન્ડ રિપોર્ટ:ગાંધીધામ બેઠક પર ભાજપની વિજયી હેટ્રીક થશે કે અટકશે ?

ગાંધીધામ7 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેઠકની 2012માં શરૂઆતથી જ ગત બે ટર્મમાં ભાજપ 20 હજારથી વધુ મતની લીડ સાથે જીતી રહ્યું છે
  • શાસન વિરોધી મોજુ અને આંતરિક જૂથવાદ ભગવા પક્ષે ચિંતાના મુદ્દા સામે કોંગ્રેસનો પ્રચાર જંગ પણ સાવ જ ઠંડો : ‘આમ આદમી પાર્ટી’ને આવકાર ઓછો

અનુસૂચિત જાતિ માટે આરક્ષિત ગાંધીધામ વિધાનસભા 5 બેઠકએ જિલ્લામાં સૌથી નાની અને સૌથી નવીન બેઠક હોવા સાથે તેનાથી તદન વિરુદ્ધ મતદારોની સંખ્યાના હિસાબે સૌથી મોટી સીટ છે. આરક્ષિત હોવાથી જ્ઞાતી સમીકરણો અલગ રીતે અહી અસરકારક બને છે તો આ નુતન બેઠકની અત્યાર સુધી યોજાયેલી બે વિધાનસભા ચુંટણીને ભાજપ સર કરી ચુક્યુ છે, આ ત્રીજી ચુંટણીમાં સમગ્ર રાજ્યની જેમ એન્ટી ઈન્કમ્બન્સી તો જોવા મળીજ રહી છે, તો તે વચ્ચે જુથવાદ પણ ભાજપ માટે પડકાર બની રહેશે. ગાંધીધામ બેઠક ભાજપનો ગઢ ગણાય છે, અહી હાલ જંજાવાતી પ્રચાર ચાલી રહ્યો છે તો કોંગ્રેસ પણ આટલા વર્ષે પહેલી વાર એવાજ મુડમાં પ્રચાર કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

ગાંધીધામ વિધાનસભા સૌથી નાની અને સૌથી નવીન બેઠક
ગાંધીધામ શહેરની સ્થાપના થઈ ત્યારે શરૂઆતથી તે આસપાસનો પટ્ટો અંજાર વિધાનસભા બેઠકનો ભાગ હતો. ત્યારબાદ 2008માં કેટલાક ગામોનો સમાવેશ મુંદ્રા વિધાનસભામાં પણ થયા બાદ 2012માં નવા સિમાંકનો ખેંચવામાં આવ્યા. જે અનુસાર ગાંધીધામ, ભચાઉનો કેટલોક હિસ્સો સામેલ કરીને વિધાનસભા ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ અત્યાર સુધી થયેલી વિધાનસભાની બન્ને ચુંટણીઓ ભાજપ 20 હજારથી વધુની લીડ સાથે વિજેતા રહ્યું છે.

ભાજપે 21,313 મતની સરસાઈ મેળવી હતી
2012માં ભાજપના રમેશ મહેશ્વરીને 72,988 મત મળ્યા હતા જ્યારે કે કોંગ્રેસના જયશ્રીબેન ચાવડાને 51,675, આમ બેઠકની પ્રથમ વિધાનસભા બેઠકમાં ભાજપે 21,313 મતની સરસાઈ મેળવી હતી. તો ત્યારબાદ બીજી વિધાનસભા ચુંટણીમાં 2017માં ભાજપના માલતીબેન મહેશ્વરીને 80 હજાર તો સામે કોગ્રેસના કિશોર પીંગોળને 59,443 મત પડ્યા હતા. આમ બીજી ચુંટણીમાં પણ ભાજપે 20,270 વોટની લીડથી વિજય મેળવ્યો હતો. હવે ત્રીજી ચુંટણીમાં ભાજપે વર્તમાન ધારાસભ્ય માલતીબે પરજ ફરી વિશ્વાસ વ્યક્ત કરીને મેન્ડેટ આપ્યુ છે,તો કોંગ્રેસએ પાર્ટીના જિલ્લા એસસીએસટી ચેરમેન ભરતભાઈ સોલંકીને ટિકીટ આપી છે. ત્યારે ભાજપની રીપીટ થીયરી કામયાબ રહે છે કે તેમાં એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર ગાબડુ પાડે છે તે જોવુ રહ્યું.

જાતીમાં પણ અલગ અલગ વિભાગોના કારણે તેની અસર
આ વચ્ચે ભાજપની અંદરજ વિકરેલો જુથવાદ દર ચુંટણીમાં સપાટી પર આવી જાય છે અને બેઠકના વિકાસકાર્યોમાં પણ બાધક રહે છે. ગત ચુંટણીમાં પુર્વ ધારાસભ્યની ટીકિટ કપાતા કરાયેલા વિરોધ અને બબાલ બહુ ચર્ચામાં રહી હતી, તો આ વખતે ફરી તાલુકા પંચાયતમાં ચુંટણી ટાંકણેજ એક બાદ એક બે રાજીનામા પડવા સુચક સંદેશાઓ હોવાનું જાણકારો દર્શાવે છે. તો ભાજપના મોટા ગજાના સ્ટાર પ્રચારકોની મુલાકાતો અને કાર્યક્રમો પણ નોંધપાત્ર બાબત છે. બીજી તરફ ગત વિધાનસભા ચુંટણીઓમાં પ્રમાણમાં સૃશુપ્ત અવસ્થામાં દેખાતી કોંગ્રેસ આ વખતે સામાન્ય કરતા વધુ સક્રિય જોવા મળી રહી છે. પરંતુ અનુ. જાતીમાં પણ અલગ અલગ વિભાગોના કારણે તેની અસરનો ફેક્ટર કેટલો પડે છે તે જોવું રહ્યું.

કોંગ્રેસ આ વખતે સામાન્ય કરતા વધુ સક્રિય જોવા મળી
આ સીવાય બહુજન સમાજ પાર્ટી તરફથી મૌર્ય કાલુભાઈ ડુંગરભાઈ, ગુજરાત સર્વ સમાજ પાર્ટીમાંથી અરવિંદ અશોક સાંઘેલા, આમ આદમી પાર્ટીમાંથી બુધાભાઈ થાવર મહેશ્વરી, સંયુક્ત વિકાસ પાર્ટીમાંથી મહેશ્વરી વનીતા ડાહ્યાલાલ, સમાજવાદી પાર્ટીમાંથી લાલજીભાઈ કારાભાઈ બાલીયા તેમજ સ્વતંત્ર રુપે ત્રણ ઉમેદવારો મહેશ્વરી સુમીરભાઈ જુમાભાઈ, સોંદરવા જીગ્વીશાબેન મહેશભાઈ, હિતેશકુમાર શાંતિલાલ મકવાણા દાવેદારી નોંધાવી રહ્યા છે.

મહાનગરપાલિકા, પૂર્ણ કક્ષાની જિલ્લા હોસ્પિટલ, ઓવર- અંડરબ્રીજ કેમ ન બન્યા?
ગાંધીધામની બેઠક બની ત્યારથી સતાપક્ષ દ્વારા ગાંધીધામને મહા નગરપાલિકા બનાવવાનો, પુર્ણ કક્ષાની જિલ્લા હોસ્પિટલ આપવાનો, રાજવી - લીલાશાહ સહિતના ઓવર અંડર બ્રીજ બનાવવાના દાવાઓ કર્યા હતા. પરંતુ ભાજપની બે ટર્મ પુર્ણ થયા બાદ પણ પ્રથમ બે દાવાઓ પુર્ણ થયા નથી તો ઓવર અંડરબ્રીજના કામો કહેવા માટે ગોકળગાય ગતીએ ચાલી રહ્યા છે. વિપક્ષના આક્ષેપો અનુસાર ભચાઉમાં પણ જરૂરી વિકાસકાર્યો થયા નથી તો બીજી તરફ સતત થતો ઈન્ફ્રાસ્ક્ટર વિકાસ ભાજપનેજ આભારી હોવાનો દાવો સતાપક્ષ દ્વારા કરાઈ રહ્યો છે.

સ્ટાર પ્રચારકોએ સતાપક્ષ માટે માહોલ સુધાર્યો, કોંગ્રેસના પ્રચારમાં મોટા નામોની બાદબાકી
ભાજપના સ્ટાર પ્રચારકોની એક બાદ એક ગાંધીધામમાં સભાથી ભાજપ તરફ માહોલ વધુ સુધર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, તો કોંગ્રેસ તરફે માત્ર સ્થાનિક ધોરણેજ થઈ રહેલા પ્રચારમાં કોઇ મોટા રાષ્ટ્રીય તો છોડો રાજ્યકક્ષાના નેતાઓની હાજરી પણ નહીવત જોવા મળી રહી છે. જ્યારે કે ભાજપ તરફેથી આસામના મુખ્યમંત્રી, અને હવે કેંન્દ્રીય આરોગ્ય મંત્રી સહિતના આગેવાનો આવી રહ્યા છે. તો અગાઉ રાજ્યના મુખ્યમંત્રી પટેલ પણ આવી ચુક્યા છે. આપ પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ પણ ગાંધીધામમાં રોડ શો કરી ચુક્યા છે.

અનુ. જાતિના 65 હજારથી વધુ વોટ, સિંધી - મુસ્લિમ – આહીર વોટ પણ નિર્ણાયક
ગાંધીધામ વિધાનસભા બેઠકમાં ભચાઉ પાલિકા સહિત અંજારનું વરસાણા ગામ સામેલ છે. જેમાં જ્ઞાતિઅનુસાર ગણના કરતા અંદાજીત રુપે પ્રથમ હરોળમાં આવતા અનુસુચિત જાતીના 65,739, અન્યમાં બીજા ક્રમાંકે સૌથી વધુ 46,727, ત્યારબાદ મુસ્લીમ 28,130, આહિર 27,919, સિંધી 23,277, બ્રાહ્મણ 14,809, પટેલ અંદાજે કુલ 16 હજાર, દરજી- સુથાર- લુહાર 12,789, રબારી 11,319, ક્ષત્રિય 10,663 નો પ્રથમ દસમાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...