કચ્છમાં E - FIRનો પ્રથમ કિસ્સો:આદિપુરમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ; પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી દીધી

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરમાં બસ સ્ટેશન પાસેથી એક બાઈક ચોરાઈ ગયું હતું. જે સંદર્ભે નોકરીયાત ફરિયાદીએ સિટીઝન પોર્ટલમાં ઓનલાઈન અરજી આપતા તેના આધારે પોલીસે તપાસ કરીને ગુનો દાખલ કર્યો છે. ગુજરાત પોલીસ દ્વારા વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ગુનામાં આરોપી અજ્ઞાત હોય તો સિટીઝન પોર્ટલની મદદથી ઓનલાઈન એફઆઈઆર દાખલ કરવાની સુવિધા તારીખ 23મી જુલાઈથી ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આદિપુરમાં આ જ દિવસે બસ સ્ટેશન પાસેથી એક બાઈક ચોરાઈ ગયું હતું. જે સંદર્ભે નોકરીયાત ફરિયાદીએ સિટીજન પોર્ટલમાં ઓનલાઈન અરજી આપતા તેના આધારે પોલીસે તપાસ કરીને ગુનો દાખલ કર્યો છે.

પાર્કિગમાં બાઈક મૂકી નોકરીએ ગયા હતા
આદિપુરના વોર્ડ 4એમાં રહેતા મુકેશભાઈ હિરરામ છાબરિયાએ જણાવ્યું હતું કે, તેઓ ડો. સી.જે. હાઈસ્કૂલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. મોટાભાઈ કનૈયાલાલ ભુજ BSNLમાં નોકરી કરતા હોઈ ભુજથી આદિપુર અપડાઉન કરે છે. તેઓ 23મી તારીખે હિરો હોન્ડા પ્લેઝર નંબર GJ 12-BS 4405વાળી ગાડી લઈ આદિપુર બસ સ્ટેશનની પાછળ હેન્ડલોકથી પાર્ક કરી ટ્રાવેલ્સમાં બેસીને નોકરીએ ગયા હતા. પરંતુ રાત્રે પરત આવતા ગાડી જોવા મળી હતી નહીં, જેથી કોઈ ચોર ઈસમ 23મી તારીખે સવારે 9.45 થી રાત્રી 20.40 સુધીના સમયગાળામાં ચોરી કરી ગયો હતો.

24 કલાકમાં પ્રાથમિક તપાસ કરી ફરિયાદીને માહિતી આપવી પડે છે
જે સંદર્ભે ફરિયાદીએ બે દિવસ સુધી રાહ જોયા બાદ ગાડી બાબતે કોઈ હકીકત જાણવા ન મળતાં 25મી તારીખે ઓનલાઈન એફઆઈઆર નોંધાવી હતી. જેથી આદિપુર પોલીસે તેના આધારે તપાસ કરી ગુનો બનતો હોવાનું જણાઈ આવતા વાહન ચોરીની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ઓનલાઈન એફઆઈઆર દાખલ કરવામાં આવે તેના 24 કલાકમાં જે તે પોલીસ સ્ટેશનના જવાબદારો દ્વારા પ્રાથમિક તપાસ કરીને તેની માહિતી ફરિયાદીને આપવાની જોગવાઈ છે.

72 કલાકમાં નિકાલ કરવાની સૂચના
48 કલાકમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવો પડે , જો ખોટી વિગત હોય તો અરજી દફતરે જાય અને સાચી વિગત હોય તો પોલીસ ફરિયાદ દાખલ થાય. અરજી મળ્યાના 72 કલાકમાં તેનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. જો આ બાબતે સ્ટાફ દ્વારા કાર્યવાહી ન કરાય તો સબંધીત પોલીસ સ્ટેશનના જવાબદારો સામે પોલીસવડા શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે તેવો નિર્દેશ ઈ-એફઆઈઆરના અમલીકરણમાં આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...