અકસ્માત:જવાહરનગર પાસે ટેન્કર અડફેટે બાઇક ચાલક પ્રૌઢનું મોત નિપજ્યું

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામ હાઇવે પર અકસ્માતોથી પરિવારો ખંડિત થયા
  • તા.8/11 ના બનાવ બાદ બીજા દિવસે સારવાર દરમિયાન જીવ ગયો

ગાંધીધામ-ભચાઉ હાઇવે પર બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અનેક પરિવારો ખંડિત થયા છે , જેમાં એક દિવસ પહેલાં જ મીઠીરોહર પાસે યુવાન ટ્રેઇલર ચાલકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના બાદ , આજે જવાહરનગર પાસે પૂર ઝડપે જતા ટેન્કર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં પરિવારના મોભી પ્રૌઢે જીવ ગુમાવ્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ગાંધીધામના સેક્ટર-7માં આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને શ્રીજી કોસ્ટલ શિપિંગ કંપનીમાં નોકરી કરતા 54 વર્ષીય નાન્ટુ જ્યોતિષચંદ્ર રાય તા.8/11 ના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બાઇક લઇને કંપનીના કામ અર્થે જવાહરનગર તરફ ગયા હતા. જ્યાં 4 વાગ્યાના અરસામાં પૂર ઝડપે જઇ રહેલા ટેન્કર ચાલકે તેમની બાઇક અડફેટે લેતાં તેમને કમરના ભાગે ગંભીર તેમજ શરીરના અન્ય ભાગે પણ ઇજાઓ પહોંચતા તેમને ગંભીર હાલતમાં કંપનીના મેનેજર સુજિતભાઇ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જૈન સેવા સમિતી હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયા હતા

જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ તા.9/11 ના બપોરે એક વાગ્યે દમ તોડ્યો હતો. આ બાબતે મૃતકના પત્ની પ્રતિમાબેન નાન્ટુ રોયે જીવલેણ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ કિશનભાઇ વાઢેર વધુ તપાસ ચલાવી રહ્યા છે. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. ગાંધીધામ બસ સ્ટેશન સામેના હાઇવે પર ગતિ મર્યાદા ન જળવાતી હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...