નિર્ણય:કંડલા પોર્ટમાં સાઈકલ પર પ્રતિબંધ, બાઈક ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીએના ટ્રાફિક મેનેજરે પરિપત્ર બહાર પાડી ઉપભોક્તાઓને સુચિત કર્યા
  • ‘બર્થ પર વેસલ પાસે થતા વાહન પાર્કિંગ જોખમી, હવેથી નહી ચલાવી લેવાય’

દીનદયાલ પોર્ટ, કંડલામાં હવે સાઈકલ ચલાવીને નહિ આવી શકાય. પોર્ટના ટ્રાફિક મેનેજરે સરક્યુલર બહાર પાડીને વેસલ આસપાસ બર્થ પર થતા વાહનોની પાર્કિંગ અંગે ચીંતા વ્યક્ત કરીને લોકોનીજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોર્ટની અંદર હવેથી સાઈકલ પર સંપુર્ણ પ્રતિબંધ અને અન્ય દ્રી ચક્રી વાહન ચાલકો માટે હેલમેટ ફરજિયાત હોવાનું જાહેર કર્યું હતું.

એક તરફ જ્યારે પ્રધાનમંત્રીથી લઈને આખી સરકાર લોકોને સાઈકલ પર આવવા પ્રેરીત કરી રહી છે ત્યારે સલામતી કારણોસર બીજી તરફ ડીપીએ દ્વારા પોર્ટમાં સાઈકલ લઈ આવવા પર પ્રતિબંધ લાદી દીધો છે. કંડલા પોર્ટના ટીએમ દ્વારા શુક્રવારના પરિપત્ર બહાર પાડીને જણાવાયું કે પોર્ટના વિસ્તારોનુ નિરીક્ષણ કરતા કેટલાક વાહનો વેસલના ગેંગવે, બર્થ પર પાર્ક થયેલા જોવા મળ્યા હતા.

જે બર્થ કે શીપમાં કોઇ ઈમરજન્સીની સ્થિતિમાં મોટી બાધા કે સમસ્યા બની શકે છે. ઉપરાંત તે ઈન્ટરનેશનલ કોડ ફોર સીક્યોરીટી ઓફ શીપ્સ અને પોર્ટ ફેસીલીટીઝ (આઈએસપીએસ) ની માર્ગદર્શીકાથી પણ વિરુદ્ધ છે. જેથી તમામએ માત્ર પાર્કિંગ માટે રાખેલા અને નિર્દેશીત કરેલા સ્થળોએજ રીવર્સ ડાયરેક્શનમાં પાર્કિંગ કરવાનું રહેશે.

આ સાથે તેમણે પોર્ટની અંદર સેફ્ટીને ધ્યાનમાં રાખીને સાઈકલ પર તાત્કાલિક ધોરણથી પ્રતિબંધ જાહેર કરીને અન્ય દ્રી ચક્રી વાહન ચાલકો માટે હેલમેટ પહેરવું ફરજિયાત કરાયું હતું. સેફ્ટી ઓફિસર ભાવેશ મઢવીએ જણાવ્યું કે આ નિર્ણય લેવાનો હેતું પોર્ટમાં આવતા લોકો, ઉપભોક્તાઓના માનવજીવનની સુરક્ષા કરવાનોજ છે. સાઈકલએ પોર્ટ જેવા વિસ્તારમાં સુરક્ષીત નથી, તો દ્રી ચક્રી વાહન ચાલકો પોર્ટ સુધી આવે ત્યારે હેલ્મેટ પહેરીનેજ આવે જેથી રસ્તામાં મળતા ટ્રાફિકમાં પણ તેમની સુરક્ષા બની રહે.

પોર્ટમાં આવતા તમામ કામદારોનું પરિહન ઈલેક્ટ્રીક બસથી કરવાનું વિઝન
આગામી સમયમાં ડીપીએ, કંડલાને ક્યા સ્તરે પહોંચાડવું છે, તે માટે નિર્ધારીત કરાયેલા ધ્યેયમાનો એક ઈલેક્ટ્રીક બસથી પોર્ટમાં કામથી આવતા તમામનું પરીવહન થાય તે છે, જે માટે પહેલા ડીઝલ બસથી છ મહિના ટ્રાયલ કરાશે, જે સફળ થશે અને સહુને કમ્ફર્ટ રહેશે તો ત્યારબાદ ઈલેક્ટ્રીક બસ તરફ આગળ ધપાસે અને દ્રી ચક્રી વાહનો પણ બંધ કરી દેવાશે, પરંતુ આ હજી પ્રાથમિક તબક્કામાં હોવાથી હાલ સુરક્ષાના ભાગરુપે સાઈકલ પ્રતિબંધથી પહેલ કરાઈ હોવાનું સેફ્ટી અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...