સેવાકિય પ્રવૃત્તિ:ભારત વિકાસ પરિષદની શાખા ભારતનગરમાં શરૂ કરાઈ, સેવાકિય પ્રકલ્પો કરતી સંસ્થાના વિસ્તારને આવકાર

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની 26 મી અને કચ્છ વિભાગની 9 મી ભારતનગર શાખાની શરૂઆત કરાઈ હતી, વિવિધ સેવાકિય અને સાંસ્કૃતિક સિંચન સાથે જોડાયેલીઆ સંસ્થાના વિસ્તારને આવકાર અપાયો હતો.

ભારતનગર શાખાનું ઉદ્ઘાટન સમારંભનું દિપ પ્રાગટ્ય રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ-ગાંધીધામના પ્રમુખ મોહનભાઇ ધારશીભાઈ ઠક્કર, વિશાલભાઈ મેસુરાણી, જખાભાઈ હૂંબલ, ડો.જાગૃતિબેન ઠકકર, રમેશભાઈ સથવારા, મયુરભાઈ સાયતા દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપાધ્યક્ષ જખાભાઈ દ્વારા અને પ્રાંત સચિવ ડો.જાગૃતિબેનએ પરિષદ દ્વારા ચાલતા પ્રકલ્પોની માહિતી આપી હતી. નવી ટીમને શપથ પ્રાંતના ટ્રસ્ટી ડો.નિતિનભાઈ ઠક્કર દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. આભારવિધિ અને સંચાલન ચિંતનભાઈ ઠક્કર, દીપેનભાઈ પંડ્યાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...