કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ધાટન:ગાંધીધામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભરત સોલંકીએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ​​​​​​​

ગાંધીધામ24 દિવસ પહેલા

ગાંધીધામ વિધાનસભા મતવિસ્તાર માટે કોંગ્રેસે ભરત સોલંકીને ટિકિટ આપી છે. મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા બાદ તેમણે આજથી પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ પ્રસંગે કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભરત સોલંકીએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું
ગાંધીધામ વિધાનસભા મતવિસ્તાર માટે કોંગ્રેસે ભરત સોલંકીને ટિકિટ આપી છે. આજે સવારે 10 વાગ્યાના અરસામાં ગાંધી માર્કેટની પાછળના ભાગે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ બપોરના 12 અને 39 મિનિટે શુભમુહૂર્તમાં મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. તેમણે આજથી પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ પ્રસંગે કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભાજપે રિપીટ ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ સૌપ્રથમ કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના તેમના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને ભરત સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યાર પછી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બંને રાજકીય પક્ષોએ પોત-પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા માલતી મહેશ્વરીને રિપીટ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...