ધરપકડ:ભચાઉનો 3 વર્ષથી દારૂના ગુનામાં ફરાર આરોપી લોડેડ પિસ્ટલ સાથે ઝડપાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગન અને 6 જીવતા કારતૂસ સહિત 25,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો

ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને બાતમીના આધારે પકડવા પહોંચેલી પોલીસને આરોપી લોડેડ પિસ્ટલ સાથે મળી આવતાં 6 જીવતા કારતૂસ સહિત રૂ.25,600 નો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ તળે પણ ગુનો નોંધ્યો હતો.

ભચાઉ પીઆઇ ઝેડ.એન.ધાસુરાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચૂંટણી અનુસંધાને ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગ દરમિયાન જુની મોટી ચીરઇ પાસે પહોંચતાં તેમને બાતમી મળી હતી કે, ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મુકેશસિંહ મોહનસિંહ ઝાલા નંદગામથી જુની મોટી ચીરઇ તરફ જઇ રહ્યો છે આ બાતમી મળતાં જ તેની નજીક જઇ કોર્ડન કરી પકડી તેની જડતી લેતાં તેના કબજામાંથી લોડેડ પિસ્ટલ મળી આવતાં તેની પાસેથી 6 જીવતા કારતૂસ અને પિસ્તોલ મળી કુલ રૂ.25,000 નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ હથિયારધારા હેઠળ પણ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા આરોપી સામે ભચાઉ, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથક તેમજ અંજાર પોલીસ મથકે પણ દારૂના ગુના નોંધાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું. કામગીરીમાં ભચાઉ પોલીસની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...