કાર્યવાહી:ભચાઉ પોલીસે 3.25 લાખની 14 ચોરાઉ બાઇક સાથે 2 પકડ્યા

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છમમાં વધી રહેલા વાહન ચોરીના બનાવો વચ્ચે ભચાઉ પોલીસે રૂ.3.25 લાખની કિંમતના 14 ચોરાઉ બાઇક સાથે નંદગામના બે ઇસમોને પકડી મોબાઇલ સહિત કુલ રૂ.3.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બાબતે પ્રોબેશનલ એએસપી આલોકકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે નંદગામના બકુલ વેલાભાઇ કોલી અને વોંધ રહેતા ગોવિંદ રણછોડ કોલીના કબજામાંથી રહેલા વાહનોના આધાર પુરાવા માગતાં તેમની પાસે ન હોતાં પોકેટ કોપની મદદથી રૂ.3,25,000 ની કિંમતની 14 ચોરાઉ બાઇક સાથે બન્નેની અટક કરી મોબાઇલ સહિત કુલ રૂ.3,27,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પકડાયેલા બન્નેની પ્રાથમિક પુછપરછમાં તેમણે આ બાઇકો ગાંધીધામ, અંજાર અને ભચાઉ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાથે પીઆઇ એસ.એન.કરંગીયા અને ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...