સંકલન નામની કોઇ વસ્તુ છે કે નહિ ?:ઓવરબ્રીજના કામ વચ્ચે આંતરિક માર્ગોનું કામ પણ શરૂ થતા ટ્રાફિક સમસ્યા વધુ વકરી

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદરના માર્ગો ખોલવા જોઇએ, તેની સામે બંધ કરી દેવાયા
  • સુંદરપુરીમાં એક સાથે 3 રસ્તાના કામ ઉપાડાયા, આખા ટાગોર રોડનો ટ્રાફિક માત્ર સર્વિસ રોડ પર જવા મજબુર થતાં માથાકુટ

ગાંધીધામમાં ઓવરબ્રીજ નિર્માણમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે જાણે કોઇ એક સંકલન હોયજ નહિ તેમ આડેધડ નિર્ણયો અને કામ થઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. ટ્રાફિકને ડાયવર્ટ કરવા અને સર્વિસ રોડને તે મુજબ તૈયાર કર્યા વિના શરુ થયેલા કામથી શરૂઆતથીજ ઉઠી રહેલા વિરોધ વચ્ચે હવે રોજ સવાર અને સાંજે એટલો ટ્રાફિક થઈ જાય છે જે અમદાવાદ કે મુંબઈના સૌથી વ્યસ્ત રોડની યાદ અપાવી શકે.

ઓવરબ્રીજના આગળ ધપતા કામ સાથે સર્વિસ રોડ અને આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધશે તેને ધ્યાનમાં રાખીને દબાણો હટાવવા,રોડ સુવ્યવસ્થિત કરવા જેવા મુળભુત કામો કરવાની જગ્યાએ તંત્રએ ઉલ્ટા પગલા ભરીને જેમ સુંદરપુરી ચાર રસ્તા પાસેથી ડાયવર્ઝન શરૂ થયું તેમ સુંદરપુરીના ત્રણેક જેટલા માર્ગોના નવીનીકરણનું કામ શરૂ કરી દીધુ હતું.

જેથી તે માર્ગોને બંધ કરી દેવાતા ટ્રાફિકને ક્યાં જવું તે દુવિધા ઉભી થઈ હતી. અધુરામાં પુરુ શક્તિનગર આંતરિક ટર્નને રોંગ સાઈડમાં વાહનો આવતા હોવાનું કહીને ત્યાં માટી નાખી બંધ કરી દેવાયો હતો. જ્યારે કે ત્યાં કોઇ જમાદારને ઉભા રખાવીને આવતા વાહનોને અટકાવી શકાયા હોત. તો સર્વિસ રોડ પર સ્પીડબ્રેકર પણ ટ્રાફિકને પસાર થવામાં બાધા છે, જેને હટાવાયા નથી. આ તમામ વચ્ચે અહી માત્ર ટ્રાફિક બ્રીગેડને ઉભી રાખીને દંડાત્મક કાર્યવાહી કરી શકે તેવા કોઇ જવાબદારને પણ ન રખાતા પરિસ્થિતિ પર સંપુર્ણ અંકુશ લાવવો મુશ્કેલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...