નિર્ણય:રોડ બનાવતા પહેલા આસપાસની જમીન સમથળ કરાશે

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના મહતમ માર્ગની આસપાસ જમીન ઉંચી હોવાથી તુટતા હોવાનું તારણ
  • અન્ય શહેરોની જેમ પાણી રસ્તા સાઈડમાંથી પસાર ન થઈને અહી રોડ પરથી જતુ હોવથી વધુ નુકશાની થાય છેઃ સીઓ

આ વર્ષે ચોમાસામાં જેટલો વરસાદ ન થયો તેનાથી વધુ રોડ પર ખાડા પડી ગયાનો અનુભવ લોકોને થયો હતો. રોડ રસ્તાઓની હાલત આટલી ખરાબ કઈ રીતે થઈ ગઈ તે અંગે સર્વે અને તપાસ કરાતા કેટલાક તારણ કાઢીને તેના સમાધાન માટે નિર્ણયો લેવાયા હોવાનું ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

ગાંધીધામમાં ગત થોડા સમયમાં રોડ રસ્તાઓની ખસ્તા હાલતના કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી, તો વિપક્ષએ પણ આક્રમક થઈને નગરપાલિકાને તાળાબંધી કરવા સુધીના કાર્યક્રમ આપ્યા હતા. આ તમામ વચ્ચે હવે નગરપાલિકા દ્વારા આવું કેમ થયું તેનું મનોમંથન કરતા તેમાંથી નિકળેલા કેટલા તારણોના આધારે નિર્ણય લેવાયા હતા.

જેમાંથી એક એવો છે કે હવેથી સંકુલમાં બનતા દરેક નવા રોડની આસપાસ પેવર બ્લોક કે માટી નાખીને જમીનને ઉંચી લેવાઈ હશે, કે રોડના સ્તરથી આસપાસની જમીનનું સ્તર ઉંચુ હશે તો તેને પહેલા સમથળ કરવામાં આવશે, ત્યારબાદ રોડ નિર્માણનું કાર્ય આરંભાશે.

સીઓ દ્વારા વિવિધ સ્તરીય તપાસ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું કહેતા વાતચીતમાં જણાવ્યું કે ગાંધીધામમાં મહતમ સ્થળોએ જોવામાં આવ્યું છે કે રોડ નીચે અને આસપાસની જમીન ઉપર હોય છે. જેના કારણે પાણી રોડ પરથી વહી નિકળે છે, અને ત્યાં જમા પણ થઈ જાય છે.

જેથી રોડને નુકશાન થાય છે, જ્યારે કે બીજા શહેરોમાં રોડ સાઈડથી પાણી વહી જાય છે. ગાંધીધામમાં આ સ્થિતિના કારણે હવેથી દરેક રોડ નિર્માણ સમયે તેની આસપાસની જમીનને સમથળ કરાશે, હોઇ શકે કે આસપાસના વેપારીઓ કે રહેવાસીઓને તેના કારણે સમસ્યા થઈ શકે પણ શહેરના યોગ્ય માળખા માટે તે જરૂરી નિર્ણય રહેશે.

પાલિકાએ દરખાસ્ત કરેલી 18 કરોડમાંથી કોઇ ગ્રાન્ટ હજી આવીજ નહી
ગાંધીધામ નગરપાલિકા દ્વારા વરસાદ બાદ રોડ રસ્તાઓ અને પરિસ્થિતિઓને યોગ્ય કરવા માટે 18 કરોડના કાર્યોની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ પખવાડીયાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી તેને મંજુર કરવામાં આવી રહ્યો નથી.

એસઆરસી નિર્મીત જુના વરસાદી નાળાઓ ગાયબ થઈ ગયા તેનું શું?
જ્યારે શહેરની રચના કરવામાં આવી હતી ત્યારે શહેરમાં જે મુજબ વરસાદી નાળાઓ બનાવાયા હતા, તેમાંથી ઘણા આજની તારીખે જોવા મળતા નથી. દબાણોના કારણે વરસાદી નાળાઓને દબાવી દેવામાં આવ્યા હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ શકતો તે પણ એક યક્ષપ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...