લાખોની દારૂની હેરાફેરી પકડાઈ:મેઘપરમાં બોલેરોમાં લઇ જવાતો1.20 લાખનો બિયર જપ્ત; અંજાર તાલુકામાં બે દરોડામાં 1.95 લાખનો દારૂ-બિયર ઝડપાયો આરોપી ફરાર

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી અને વરસાણા પાસેથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂ.1.95 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો હતો, પરંતુ એકમાં આરોપી હાજર ન મળ્યો અને બીજામાં પોલીસને જોઇ વાહન મુકી ભાગી ગયો હતો.

એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, વિજયનગરમાં રહેતો વિજય વીરા ગઢવી પોતાની બોલેરો પીક અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મેઘપર કુંભારડીના આદિત્યનગર સોસાયટીમાં કોઇ મકાનમાં રાખવા આવી ર્યો છે. આ બાતમીના આધારે આદિત્યનગર સોસાયટીની છેલ્લી લાઇનમાં જતાં બોલેરો દેખાઇ હતી. વાહન પાસે ઉભેલો ઇસમ પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ નાશી ગયો હતો. બોલેરો તપાસતાં કડબના પુળા નીચેથી રૂ. 1,20,000 ની કિંમતના બિયરના 1,200 ટીન મળી આવ્યા હતા.

એલસીબીએ બોલેરો સહિત3,70,000નો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. તો વરસાણા ગામના તળાવ આગળના ભાગે વજુભા હનુભા વાઘેલાની લેબરો માટેની ઓરડીઓની સામે વરસાણાના પ્રદિપસિંહ હેતુભા જાડેજાના સબંધીની ખુલ્લા પ્લોટમાં બનાવાયેલી ઓરડીમાં પ્રદિપસિંહ વિદેશી દારૂનો જથ્થો ઉતારી છૂપાવ્યો છે. આ બાતમીના આધારે તે ઓરડીમાં દરોડો પાડતાં તેમાંથી રૂ.77,600 ની કિંમતના વિદેશી દારૂની 216 બોટલો અને 20 ક્વાર્ટરીયા મળી આવ્યા હતા પરંતુ આરોપી હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...