ગાંધીધામથી ફરી ઉપડશે 2 ટ્રેનો:અઢી વર્ષથી બંધ બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ, ઈન્દોર-ગાંધીધામ ટ્રેનો ફરીથી શરુ કરાઈ; 11 ઓગસ્ટથી સેવા ચાલુ થશે

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા અઢી વર્ષથી બંધ ગાંધીધામ સાથે જોડાયેલી બે એક્સપ્રેસ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હોવાની સતાવાર જાહેરાત કરાઈ હતી.

જાણો ટ્રેનનો સમગ્ર શિડ્યુલ
અમદાવાદના રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ દર ગુરુવારે બાંદ્રાથી 16:45 કલાકે ઉપડશે અને 00:15 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 08:20 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ 2022થી આગળની સૂચના સુધી દોડશે. ટ્રેન નંબર 12966 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ દર શુક્રવારે ગાંધીધામથી 19:05 કલાકે ઉપડશે અને 03:10 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 11:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 ઓગસ્ટ 2022થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

તો ટ્રેન નંબર 20935 ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ દર રવિવારે ઈન્દોરથી 23:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:45 કલાકે અમદાવાદ પહોંચશે અને 13:55 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 07 ઓગસ્ટ 2022થી આગળની સૂચના સુધી ચાલશે. ટ્રેન નંબર 20936 ગાંધીધામ–ઈન્દોર વીકલી સુપરફાસ્ટ દર સોમવારે ગાંધીધામથી 18:15 વાગ્યે ઉપડશે અને અમદાવાદ 23:00 વાગ્યે પહોંચશે અને બીજા દિવસે સવારે 08:55 વાગ્યે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન 08 ઓગસ્ટ 2022થી આગળની સૂચના સુધી દોડશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ઈન્દોર, દેવાસ, ઉજ્જૈન, રતલામ, દાહોદ, ગોધરા, નડિયાદ, અમદાવાદ અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...