આદેશ:1લી જુલાઈથી ‘વન ટાઈમ યુઝ’ થતા તમામ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકામાં વેપારીઓને માહિતગાર કરાયા
  • 120 માઈક્રોનથી​​​​​​​ વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની વસ્તુઓજ વાપરી શકાશે

ગાંધીધામ નગરપાલિકાના સભાખંડમાં સેનીટેશન સમિતિના ચેરમેન કમલ શર્મા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જીનીયર હર્ષ પટેલની અધ્યક્ષતામાં પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના લાગુ થવા જઈ રહેલા નિયમોની જાણકારી માટે પ્લાસ્ટીકના વેપારીઓ સાથે સેમીનાર યોજાયો હતો. થર્મોકોલની પ્લેટ, ચમચી જેવી વન ટાઈમ યુઝ થતી દરેક વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવનાર છે, જે અંગે માહિતી અપાઈ હતી.

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી પટેલએ વેપારીઓને 120 માઈક્રોનથી ઓછી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટીકની વસ્તુઓ ન વાપરવા સુચના આપીને સિંગલ યુઝ પ્લાસ્ટીક પર 1જુલાઈથી સંપુર્ણ બંધ કરવાની તાકીદ કરાઈ હતી. 120 માઈક્રોનથી વધુની જાડાઈ ધરાવતી પ્લાસ્ટીકની વસ્તુઓ જ માત્ર વાપરી શકાશે, જો તેમ કરવામાં નહીં આવે તો દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. કાર્યક્રમમાં વેપારીઓ સાથે પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરઓ ઉપસ્થિત રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...