કંડલાથી તુર્કી ગયેલા 57 હજાર ટન ઘઉંના જથ્થાને પરત કંડલા લાવવાની જગ્યાએ આફ્રીકન દેશોમાં વાળી દેવાના પ્રયાસ એક્સપોર્ટ પેઢી દ્વારા કરાઈ રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. યુદ્ધના કારણે ભારતીય ઘઉંની માંગ હજુ પણ વધારે છે.
ભારતીય ઘઉં આજની તારીખમા સમગ્ર વિશ્વ માટે સોનાનાઃ અધિકારી
ભારતના ડીપીએ, કંડલા પોર્ટથી તુર્કી ગયેલા 57 હજાર ટન ઘઉં ભરેલા વેસલને તુર્કી દ્વારા સ્વિકારવાથી ઈંકાર કરી દેવાયાનું બહાર આવવા પામ્યું હતું. જે પાછળ ભારતીય ઘઉંની અંદર રુબેલા વાઈરસ હોવાનું સામે આવતા આ નિર્ણય લેવાયો હોવાનું સુત્રો દ્વારા દાવો કરાઈ રહ્યો છે. જોકે આ અંગે એક્સપોર્ટ થતા ખાધ સામગ્રીના ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ભારતીય ઘઉં આજની તારીખમા સમગ્ર વિશ્વ માટે સોનાથી ઓછા ન કહી શકાય.
ભારતીય ઘઉં અંગે નકારાત્મક ભાવના ઉભી કરવાનો પ્રયાસ
તુર્કી દેશનો સ્ટેન્ડ ભારત માટે જે રીતનો રહે છે જે જગજાહેર છે, તો તાજેતરમાં રશીયા દ્વારા ઘઉં સપ્લાય માટે વિશેષ કોરીડોર આપવાની ઘોષણા થતા ઓછા ખર્ચે તેની માંગ સંતોષાય તેવી સંભાવના છે, ઉપરાંત ભારતીય ઘઉં અંગે કોઇ નકારાત્મક ભાવના ઉભી કરવાના આ પ્રયાસ અંગે તજજ્ઞ એ કહ્યું કે રુબેલા વાઈરસ વ્યક્તિ થી સીધા વ્યક્તિને ફેલાઈ શકતી બીમારી છે, તે ઘઉં કે આવા કોઇ માધ્યમનો સહારો લઈ શકે તેમ નથી.
સપ્લાયને અન્ય દેશમાં ડાયવર્ટ કરાવાનો પ્રયાસ
આ પર્ટીક્યુલર વેસલની સપ્લાય ભારત થી તુર્કી કંટ્રી ટુ કંટ્રી નહિ પરંતુ કોર્પોરેટ ડીલ હતી. જેમાં મુંબઈના એક્સપોર્ટર પાર્ટીના સુત્રોએ પ્રોટીન સબંધિત મુદો સામે આવ્યો હોવાનો અને દર અંગે એક સ્ટેજ પર બન્ને ન મળ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. તો કંડલા પરત આ ઘઉં લવાઈ રહ્યા હોવા અંગે પણ એક્સપોર્ટર પેઢીના સુત્રોએ દાવો કર્યો હતો કે આફ્રીકન કે ઈજીપ્ત જેવા દેશોમાં આ સપ્લાયને ડાયવર્ટ કરાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.