હુમલો:‘રાસ ગરબામાં કેમ આવ્યા’ તેમ કહીને તલવાર ઝીંકી યુવાનની હત્યાનો પ્રયાસ

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામના હા. બોર્ડમાં જાતિ અપમાનિત કરી તલવાર અને પાઇપથી હુમલો
  • ઇજાગ્રસ્ત સારવાર માટે ભુજ ખસેડાયો : માર મારનાર 4 વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગાંધીધામના હાઉસિંગ બોર્ડ ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં રાસ ગરબા જોવા ગયેલા યુવાનને તું રાસ ગરબામાં કેમ આવ્યો કહી જાતિ અપમાનિત કરી લોખંડનો પાઇપ ફટકાર્યા બાદ અન્ય યુવાનને ચાર જણાએ તલવાર ઝિંકી માર મારી હત્યાનો પ્રયાસ કરાયો હોવાની શરમજનક ઘટના બી-ડિવિઝન પોલીસ ચોપડે નોંધાઇ છે.

હાઉસિંગ બોર્ડ ઝૂંપડપટ્ટીમાં ચીરઇ સોલ્ટ પાછળ વોર્ડ-13 માં રહેતા 20 વર્ષીય મહેશભાઇ ફકીરાભાઇ સોલંકી શુક્રવારે રાત્રે હાઉસિંગ બોર્ડના શંકર ભગવાનના મંદિર પાસે આવેલા ચોકમાં ગણેશ મહોત્સવ નિમિતે યોજાયેલા રાસ ગરબાનો કાર્યક્રમ જોવા જઇ રહ્યા હતા. તેઓ દિલિપસિંહ ઝાલા વકીલના ઘર પાસે પહોંચ્યા ત્યારે મંદિર પાસે ઝઘડો થતો હતો અને તેમની બાજુમાં રહેતો દિલિપ ભચુભાઇ પરમાર માથામાં લોહી નિંગળતી હાલતમાં આ લોકો મને મારવા આવી રહ્યા છે કહી ભાગ્યો હતો.

તે સમયે જ પ્રયાદિપસિંહ દિલીપસિંહ ઝાલા, લાલા દિલીપસિંહ ઝાલા, જયદિપ રાજુ ઝાલા અને પ્રયાદિપસિંહ ઝાલાના માતા જેમનું નામ તેમને ખ્યાલ નથી તે બધા તેમની પાસે આવ્યા હતા અને કંઇ પણ કહ્યા વગર ધક બુશટનો માર મારવાનું શરૂ કર્યું હતું. તે વખતે પ્રયાદિપસિંહ ઘરમાંથી તલવાર લઇને તેમને ઘા મારતાં તેમણે હાથ આડો દેતાં કાંડામાં ગંભીર ઇજા પહોંચી હતી.

આ તકરાર સમયે ટોળું એકઠું થયું હતું અને થોડીવારમાં તેમના પિતા, કાકા કાંતિભાઇ, કાકી શાંતિબેન, મોટાભાઇ ગણપતભાઇ અને માસિયાઇ ભાઇ હસમુખ હરીભાઇ મકવાણા ત્યાં આવી ગયા હતા. ઇજાગ્રસ્ત મહેશભાઇને પ્રથમ રામબાગ હોસ્પિટલ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. તેમણે ચાર વિરૂધ્ધ હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તપાસ અંજાર વીભાગના ડીવાયએસપી મુકેશ પી. ચૌધરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...