કાયદાનું નહીં, તસ્કરોનું રાજ:બેકીંગ એરીયામાં ગાર્ડ અને એલાર્મ વગરનું એટીએમ તોડી ચોરીનો પ્રયાસ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ફરી એટીએમ ચોરી કરતી ગેંગ સક્રીય થઇ
  • વોર્ડ-9 માં આવેલી યુકો બેંકના મેનેજરે કહ્યું તસ્કરો 5 હજારનું નુકશાન કરી ગયા

ગાંધીધામ સંકુલમાં થોડાક મહિના શાંત રહ્યા બાદ ફરી એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરતી ગેંગ ફરી સક્રિય બની છે, જેમાં વોર્ડ-9 માં આવેલી ગાર્ડ અને કોઇપણ જાતના એલાર્મ વગરની યુનાઇટેડ કોમર્શિયલ (યુકો) બેંકના એટીએમને તોડી તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી રૂ.5 હજારનું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ મેનેજરે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

એસએફએક્સ 240- 400 ક્વાર્ટર્સમાં રહેતા અને યુનાઇટેડ કોમર્શિયલ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સત્યમકિશોર લલિતભાઇ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.2/5 ના સાંજે સાત વાગ્યે બેંક બંધ કરવામાં આવી હતી. તા.3/5 ના રમઝાન ઇદ અને પરશુરામ જયંતિની રજા હોઇ બેંક બંધ હતી. તે દિવસે બેંકના કર્મચારી પ્રિતમસીંઘ ચૌહાણે છ વાગ્યે ફોન કરી તેમને જાણ કરી હતી કે આપણી બેંકનું એટીએમ મશિન તૂટ્યું છે. જાણ થતાં જતેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે તપાસ કરી તો રોકડ ગઇ ન હોવાનું જણાયા બાદ તેમણે અમદાવાદ મુખ્ય બ્રાન્ચના અધિકારીને જાણ કરી હતી.

બેંકના સિક્યુરીટી ઓફીસર કમલેશ ખત્રીને જાણ કરતાં તેમણે તપાસ કર્યા બાદ મેનેજર સત્યમકિશોર અગ્રવાલે એ-ડિવિઝન પોલીસ મથકે તસ્કરોએ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની તેમજ રૂ.5,000 નું નુકશાન પહો઼ચાડ્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ એન.પી.ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે .લ્લેખનીય છે કે આ અગાઉ બે થી ત્રણ એટીએમ તોડી ચોરીના પ્રયાસ થયા હોવાની ઘટના નોંધાઇ ચુકી છે.

અપીલો છતાં શહેરના એટીએમ રામભરોશે
અગાઉ આદિપુર એટીએમમાં કારમાં આવેલા ઇસમોએ ફાયરિંગ કરી રૂ.35 લાખની લૂ઼ટ કરી હોવાની, તો રાજ્યવ્યાપી એટીએમ ચોરીનો પર્દાફાશ પણ પૂર્વ કચ્છ એલસીબીના તત્કાલિન પીઆઇ જે.પી.જાડેજા અને તેમની ટીમે કર્યો હતો. તે સમયે પોલીસ દ્વારા તમામ બે઼કના જવાબદારોને સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી અને અમુક જગ્યાએ આ નીયમોનું ઉલ્લંઘન કરતા બેંકના જવાબદારો સામે ફરિયાદ પણ નો઼ધવામાં આવી હતી. આટલી અપીલો છતાં આજે પણ શહેરના મોટા ભાગના એટીએમ ગાર્ડ અને એલાર્મ વગરના જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...