મારામારી:ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં જન્મદિન ઉજવી રહેલા યુવાન પર હુમલો

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વેલજીભાઇ ગણેશભાઇ ધવળ ગત રાત્રે કામ ઉપરથી ઘરે આવી વાળુ કર્યા બાદ પોતાનો જન્મદિવસ હોઇ મિત્રો વિક્રમભાઇ વિશનભાઇ, સુરેશ ધેયડા, મનિષ વાલ્મીકી કંથડનાથજી મંદિર પાસે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. તેઓ કેક કાપી રહ્યા હતા ત્યારે જ બાઇક પર આવેલા મુકેશ પેથાભાઇ ધવળ, રમેશ દેવશી ધવળ અને નયન જેઠાભાઇ મહેશ્વરી ત્યાં આવ્યા હતા અને તેમની સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ મુકેશે તેના હાથમાં રહેલી કુંડળી વાળી લાકડીથી કપાળમાં ફટકારતા તેઓ ઢળી પડ્યા હતા.

આ ઝપાઝપી દરમિયાન તેમણે ગળામાં પહેરેલી આશરે એક તોલાની સોનાની ચેન પણ પડી ગઇ હતી. બુમાબુમ થતાં તેમનો ભાઇ વીશાલ ત્યાં આવ્યો તો નયન જેઠાભાઇ મહેશ્વરીએ છરી વડે તેને પણ ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત વેલજીભાઇને ભચાઉ સરકારી હોસ્પીટલ ખસેડાયા હતા. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...