ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલા પેટ્રોલપમ્પ પર છૂટ્ટા પૈસા મુદ્દે બબાલ કરી 7 જણાએ કેશીયર સહિત ત્રણ જણા ઉપર હુમલો કર્યો હતો, તો મીઠીરોહરમાં મોહરમ નિમિત્તે લાઇટ ડેકોરેશનનું કામ કરતા કારીગરને એક શખ્સે વગર કારણે છરી મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે.
ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલા ઇન્ડીયન ઓઇલ કોકો પેટ્રોલપમ્પમાં છેલ્લા ત્રણ વર્ષથી કેશીયર તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઇ અજુભાઇ ચૌધરી ગત રાત્રે સાડા દશ વાગ્યે નોકરી પર હતા ત્યારે બાઇક પર આવેલા બે વ્યક્તિ આવી કેરબામાં ડિઝલ ભરાવ્યું હતું અને છૂટ્ટા પૈસા આપ્યા હતા પણ તેમાં અમુક નોટ તૂટેલી હોવાને કારણે તેમણે બાધા આપવાનું કહેતાં હાજી અબ્દુલ સુમરા અને તેની સાથે આવેલા અજાણ્યા છ ઇસમોએ પટ્ટાના લોખંડના બકલ, ધક બુશટનો માર તેમને તથા તેમના ભાઇ હેમરાજભાઇ અને રમેશ ભીખાભાઇ જોષીને માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તે ઉપરાંત ઓફિસમાં રાખેલો લોખંડનો ઘોડો ફગાવી આઇસીઆઇસીઆઇ બેંકનું પીઓએસ મશિન તોડી રૂ.10,000 નું નુકશાન પહોંચાડ્યું હતું. તેમણે સાતે વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તો મીઠીરોહર રહેતા 18 વર્ષીય આફ્રીદી રમજાન ત્રાયા આગામી દિવસોમાં મોહરમ તહેવાર ચાલુ થવાનો હોઇ ગત રાત્રે ઇમામ બંગલા પર સ્વખુશીથી લાઇટ ડેકોરેશનના કામમાં મદદરૂપ થઇ રહ્યા હતા તે દરમિયાન ત્યાં આવેલા અસગર ઉર્ફે કારો ઓસમાણ કકલે કામ કરી રહેલા તમામ છોકરાઓને ગાળો આપતાં બધા પોતપોતાની રીતે ઘરે જઇ રહ્યા હતા ત્યારે અસગરે કોઇપણ કારણ વગર તેની સાથે ઝપાઝપી કરી ડાબા હાથમાં છરી મારી હતી. બી-ડિવિઝન પોલીસ મથકે અસગર વિરૂધ્ધ તેણે ફરિયાદ નોંધાવી હતી.
જુની સુંદરપુરીમાં નજીવી બાબતે યુવાનને પાઇપ ફટકારાયો
જુની સુંદરપુરીમાં રહેતા સુરેશભાઇ ધનજીભાઇ ઠોટીયા ગત રાત્રે ઘરે હતા ત્યારે તેમના પિતાજીએ ઘરે આવી મગન સુમાર ધુવાએ બાજુમાં ગાડી ઉભી રાખી મને ગાળો આપી હોવાનું કહેતા તેઓ પોતાના ભાઇ જયેશ સાથે મગનને સમજાવવા ગયા તો ઉશ્કેરાયેલા મગને ધક બુશટનો માર માર્યા બાદ લોખંડનો પાઇપ પીઠ પર મારી બન્ને ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
અંજારમાં રિક્ષા ચાલકને લોખંડનો હુક મરાયો
અંજારના ખેડોઇ રહેતા શાકભાજીના વેપારી મંગુભા જેઠુભા જાડેજા આજે વહેલી સવારે અંજાર સવાશેર નાકા પાસે આવેલી શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા આવ્યા હતા. તેઓ શાક માર્કેટમાં પહોંચ્યા ત્યારે સામેથી શેખ ટીમ્બામા઼ રહેતો ફારુક અકબર નોતિયાર રેકડી લઇને આવતો હતો બન્ને બાજુ બીજી ગાડી ઉભી હોઇ મંગુભાએ તારી રેંકડી ખાલી છે તો નીકળી જા કહેતા઼ ફારુકે મારી રેંકડી નહીં હટે કહી ગાળો આપતાં તેને મંગુભાએ ગાળો બોલવાની ના પાડી તો લોખંડનું હુક ફારુકે માથાના ભાગે ફટકારી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.