પ્રથમ ગ્રાસે મક્ષિકા એટલે કે કોઇ કાર્યની શરૂઆતમાંજ વિઘ્ન આવી જવું, ગાંધીધામ શહેરમાં આ કહેવતનો અનુભવ લોકોએ કર્યો હતો અને નવા વર્ષના શરૂઆતેજ વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. એકાદ કલાકથી ઓછા સમયમાં બાધીત રહ્યા બાદ ફરી તે શરૂ કરી શકાયો હતો.
31મી ડિસેમ્બરના રાત્રે આખું વિશ્વ 12 વાગ્યાના સમયે નવા વર્ષે 2023ના આગમનની ઉજવણીમાં વિવિધ ફટાકડાઓ, વિજળીનો આનંદ લઈ રહ્યો હતો ત્યારે તેના કેટલીક ક્ષણો બાદજ તેનાથી તદન વિપરીત ગાંધીધામ આદિપુર આખુ સંકુલ અંધકારની ગર્તમા ધકેલાઈ ગયું હતું. મધરાત થયાની થોડી મીનિટોમાંજ સમગ્ર સંકુલમાં અંધારપટ છવાઈ ગયું હતું.
આ અંગે વીજતંત્રનો સંપર્ક સાધતા તેમણે અંજારથી આવતી મુખ્ય લાઈનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. અંદાજે એક કલાકના અંદરના ગાળામાં ફરી સમગ્ર શહેરમાં વિજપુરવઠો પુર્વવત થઈ ગયો હતો. પરંતુ દિવાળીના પર્વથી શરૂ થયેલી આ શહેરમાં વારંવાર વિજપુરવઠો બાધીત થવાની સમસ્યા હજી સુધી સતત ચાલી રહી છે. આ અંગે પ્રશાસને મૌન ધારણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.