ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ ઉમેદવારી નોંધાવતા પહેલા જાહેર સભા યોજી હતી, જેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા યોજાઈ
ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી માલતીબેન મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એક સભા યોજાઈ હતી. જેમાં તેમનાં મત વિસ્તારમાં આવતા ગાંધીધામ શહેર તાલુકા તથા ભચાઉ શહેર તાલુકાના વિશેષ વિકાસની વાત કરી હતી. આ વેળાએ ઉત્તરપ્રદેશના પૂર્વ અધ્યક્ષ તથા હાલ ઉત્તરપ્રદેશના કેબીનેટ મંત્રી સ્વતંત્રદેવ સિંહજી, કચ્છના સાંસદ તથા ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડા, ભાજપના જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, ગાંધીધામના નગરપાલિકાના સદસ્યો તથા હોદેદારો, રાજસ્થાનથી પ્રવાસી બાબુલાલ, વિશ્વ હિન્દુ પરિષદના મંડળ પ્રમુખો, સાધુ-સંતો, દરેક સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, ભચાઉના આગેવાનો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિધીવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું
ત્યાર બાદ ભાજપનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ ઉત્તરપ્રદેશના પૂર્વ અધ્યક્ષ તથા હાલ ઉત્તર પ્રદેશના કેબીનેટ મંત્રી સ્વતંત્રદેવ સિંહજી, તથા કચ્છના સાંસદ તથા ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડા સાથે મામલતદાર કચેરીએ પહોંચીને વિધીવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.