તકેદારી:ગાંધીધામથી એસી કન્ટેનર ટ્રેનમાં આગ જોવા મળાતાજ અંકુશ લવાયો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે મેનેજરની સતર્કતા દાખવી ટ્રેન થોભાવી
  • અમદાવાદ ડિવિઝને કર્મચારીનું સન્માન કરી કહ્યું તકેદારી જરૂરી

રેલ્વે સુરક્ષામાં ઉત્તમ કામગીરી બદલ ગાંધીધામના રેલવે કર્મચારીનું સન્માન કરાયું હતું. ગાંધીધામથી ઉપડતી કંટેનર ટ્રેનમાં આગની મોટી ઘટના થતા મેનેજરે અટકાવી હતી. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ગાંધીધામમાં ટ્રેન મેનેજર (ગુડ્સ) તરીકે કાર્યરત આશુતોષ રાજનું સન્માન કર્યુ હતું.

થોડા દિવસ અગાઉ ઘટનાક્રમ એવો બન્યો હતો કે ગાંધીધામથી એસી કન્ટેનર ટ્રેન રાત્રીના પોણા એક વાગ્યે ગાંધીધામથી નિકળી રહી હતી. ત્યારે વાયરમાં શોર્ટ સર્કિટ, સ્પાર્કિંગ અને આગની જ્વાળા જોવા મળી હતી. જે પર ધ્યાન જતા મેનેજર આશુતોષએ તુરંત ઓન-ડ્યુટી સ્ટેશન માસ્ટર અને લોકો પાયલટને જાણ કરી અને ટ્રેન રોકવા માટે કહ્યું હતું. જનરેટર કારના કર્મચારીઓની મદદથી ક્ષતિનું સમારકામ કર્યા પછી, ટ્રેન લગભગ 01:25 વાગ્યે આગળની મુસાફરી માટે રવાના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...