રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓના જુના વેરા માફી યોજના લાગુ કરાયા બાદથી રાજ્યભરમા આ યોજના અંતર્ગત સર્વાધિક આવક ગાંધીધામથી થઈ હતી ત્યારે લોકોના પ્રતિભાવને જોતા તેનો સમય ગાળો લંબાયો હતો, પરંતુ છેલ્લા એક મહીનાથી તકનીકી ખામીના લીધે ‘ઈ નગર’ વ્યવસ્થાજ કામ ન કરતા નાગરિકોને ધક્કા પડી રહ્યા છે. એક તરફ સરકાર સંપુર્ણ વ્યવસ્થાને ડીજીટલ બનાવવાના માટે પ્રયત્નશીલ છે તો બીજી તરફ જમીન પરની વાસ્તવીકતા એવી છે કે નગરપાલિકાના વેરા ભરવા માટેનું સોફ્ટવેર, સર્વલ એક, બે કે ત્રણ દિવસથી નહી, પરંતુ છેલ્લા એક મહીનાથી ‘તકનીકી’ ખરાબીનો સામનો કરી રહ્યું છે.
જેના કારણે વેરા માફી યોજના કે જે અંતર્ગત નગરપાલિકાના જુના વેરાઓ પર જે પેનલ્ટી, વ્યાજ ચડી ગયા હોય, તેને હટાવીને મુળ રકમ માત્ર જમા કરીને બાબત નિપટારો કરી શકાય છે. તે યોજનાનો લાભ માર્ચના અંત સુધી સૌથી વધુ ગાંધીધામના નાગરિકોએ લીધો હતો. સમયમર્યાદાને મે મહિનાના અંત સુધી લંબાવાઈ હતી. પરંતુ લંબાવ્યા બાદ પણ ઓનલાઈન વ્યવસ્થાજ મહિનાથી ઠપ્પ થઈ તે બીલ પણ સ્વીકારાઈ રહ્યા નથી.
હાલ માત્ર વર્તમાન વેરા ચુકવણુજ સંભવ બની રહ્યું છે. જેથી લોકો પોતાના જુના બીલ લઈને જે આવી રહ્યા છે, તેમનો ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. તજજ્ઞોએ જણાવ્યું કે થોડા દિવસ માટે કોઇ ટેકનીકલ ઈરર હોય તો તેને હટાવી શકાય પરંતુ એક મહિનાથી આખી વ્યવસ્થા આજ રીતે ચાલી રહી છે તે આશ્ચર્યજનક છે અને ડીજીટલ ઈન્ડીયાની વરવી વાસ્તવીકતા દર્શાવે છે.
ગાંધીધામમાં 7 કરોડથી વધુની આવક થઇ હતી
વેરા માફી યોજના લાગુ થયા બાદ સામાન્ય રીતે નગરપાલિકામાં જેટલી આવક થઈ રહી છે, તેના કરતા 7 કરોડથી વધુ આવક થવા પામી હતી અને આ આંકડો સતત આગળ વધી રહ્યો હતો. પરંતુ સીસ્ટમની ખામીના કારણે તેમા અડચણ આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.