છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરીની વધેલી બદી માટે મોટા આદિપુરના રામબાગ રોડ પર આવેલા પોલીસ લાઇનના તાલિમ ભવન ખાતે લોક સંવાદ અને લોક સંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડર રેન્જ મહાનિરિક્ષક જે.આર.મોથાલિયા દ્વારા કરેલા આયોજનમાં પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયા, અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી, એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજા તેમજ જિલ્લાના તમામ થાણાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યાજ ખોરીની બદી દૂર કરવા રજુઆત ખુલ્લા મનથી કરી શકાશે તેમજ વિષ ચક્રનો ભોગ બનતી વ્યક્તિઓને મુક્તિ અપાવવા પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
‘જે કોઈ વ્યકિતએ નાણા ધીરધાર વ્યક્તિ/મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલ હોયઅને તે સંબંધે મોર્ગેજ પેટે મોટી કિંમતના સ્થાવર/જંગમ મિલકતના દસ્તાવેજો,ચેક કે અન્ય વસ્તુઓ ગી૨વે મુકી વ્યાજે લીધેલ નાણા ભરપાઇ કરવા છતાં જે જામીનગીરી પરત કરતા ન હોય,તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ વ્યક્તિની સંડોવણી સબંધે પણ ભોગ બનનાર પ્રજાજનોનો અવાજ પણ સાંભળવામાં આવશે તો આ એક તક પોલીસને આયોજનમાં હાજર રહી પોલીસને સહકાર આપવા એસપી બગડીયાએ લોકોને અપીલ કરી હતી.
જો ભોગ બનનાર હાજર ન રહી શકે તો આ નંબર ઉપર સંપર્ક કરે
તા.7/1 ના આદિપુર રામબાગ રોડ પર આવેલી પોલીસ લાઇનના તાલિમ ભવન ખાતે વ્યાજખોરી ડામવા લોક સંવાદનું આયોજન કરાયું છે, સંજોગો વસાત જો કોઇ ભોગ બનનાર આ લોકસંવાદમાં હાજર ન રહી શકે તો તેઓ અરજી સ્વરૂપે અથવા અંજાર વિભાગના ડઠીવાયએસપી મુકેશ ચૌધરીના 9978408245, ભચાઉ વિભાગના ડીવાયએસપીનો 9975402026 પર, એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાનો મોબાઇલ નંબર 9825230355 અને એસઓજી પીઆઇ એસ.એન.ગડ્ડુનો 9624999105 નંબર પર ટેલિફોનિક સંપર્ક કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.