આક્ષેપ:ફોર્સ મજુરે લાગુ કરો, આ સરકારની અણધારી નીતિનું પરિણામ; કોંગ્રેસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે એક્સપોર્ટ માટે સમય આપવાની માંગ કરી

છેલ્લા 5 દિવસથી કંડલામાં ઘઉં નિકાસ પ્રતિબંધથી સર્જાયેલી વિષમ પરિસ્થિતિઓ અંગે વિપક્ષે વિરોધ નોંધાવીને જરૂરી કેટલાક સમયની પરવાનગી આપવાની માંગ કરી હતી. કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેંદ્રસિંહ જાડેજાએ પ્રસાર માધ્યમોને જણાવ્યું કે સરકારની અણધારી નીતિઓના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ ઉભી થાય છે. અગાઉ પણ અગાઉ નોટબંધી જેવા નિર્ણયોનો સરકાર સામનો કરી ચુક્યુ છે ત્યારે પરેશાન થતા ટ્રેડ, ડ્રાઈવરો સહિતના માટે રાતોરાત લેવાયેલો નિર્ણય જવાબદાર છે.

ટ્રેડને રોજ કરોડોનું નુકશાન થઈ રહ્યું છે ત્યારે ફોર્સ મજુરે લાગુ કરવામાં આવે અને અટકાયેલા જથ્થાને ક્લીયર કરવા માટે આવશ્યક સમયગાળો આપવામાં આવે તેવી માંગ કરી હતી. રોજ હજારો કરોડનું ડેમરેજ લાગતું હોવાનું જણાવીને જો આવું નહિ કરાય તો આંદોલન, વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી. ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ અટકેલા જહાજોમા માત્ર ઘઉં નહિ પરંતુ સોયા, ચોખા સહિતની અન્ય ખાધ સામગ્રી પણ છે. જહાજોના અટકી જવાથી પાછળ બેકલોગ વધતું જઈ રહ્યું છે, જેને પણ ક્લીયર થવામાં મહિનાઓ લાગી જશે. કોંગ્રેસી આગેવાનો ભરત ગુપ્તા, દશરથસિંહ ખંગરોત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...