ડેવલોપમેન્ટ:ગાંધીધામના માર્ગો માટે 8 કરોડની માંગ સામે વધુ 7 કરોડ મંજુર કરાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 18 કરોડની માંગ સામે આપેલા 1 કરોડને પણ ગણી લેવાયો
  • ​​​​​​​ચોમાસામાં તુટેલા રસ્તાઓ અંગે ચુંટણી પાસે આવતા થતું ડેવલોપમેન્ટ

રાજ્ય સરકારે ગુજરાતની 62 નગરપાલિકાઓમાં કુલ 97.50 કરોડની ગ્રાંટને મંજુરી આપી હતી. જે તમામનો ઉદેશ્ય શહેરોના માર્ગોની સુધારણા કરવા અન્વયે છે, જેમાં રાજ્યની સૌથી મોટી પાલિકા ગાંધીધામને પણ 7 કરોડની ફાળવણી કરાઈ છે. હવે આ ફાળવેલી ગ્રાંટના કાર્યો ચુંટણી પહેલા શરૂ થશે કે આચારસંહિતાના આટાપાટાઓમાં અટવાઈ જશે તે જોવું રહ્યું.

ગાંધીધામમાં ચોમાસા બાદ માર્ગોનું એવું ધોવાણ થયું, અને ખાસ કરીને ઓવરબ્રીજ કાર્યને કારણે સર્વિસ રોડ પર વધેલા ભારણથી તે માર્ગોની સ્થિતિ એટલી બદહાલ થઈ ઉઠી હતી કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.આ તમામ વચ્ચે સર્વિસ માર્ગોને તો આરએન્ડબીને હવાલો આપીને સારા બનાવી દેવાયા છે, પરંતુ જે તે સમયે ગાંધીધામ નગરપાલિકાએ રોડ રસ્તાઓની ખસ્તા હાલત અંગે આપેલી 18 કરોડની માંગ સામે માત્ર એક કરોડ અપાયા હતા.

સામાન્ય રીતે દર વર્ષે આ કરતા વધુ રકમ ફાળવાય છે, પરંતુ જાણે ચુંટણીઓની રાહ જોવાતી હોય તેમ હવે જઈને રાજ્ય સરકાર દ્વારા અલગથી તમામ પાલિકાઓ માટે 97.50 કરોડની ગ્રાંટને મંજુરી આપી હતી. ગાંધીધામ પાલિકાની 18 કરોડની માંગ સામે એક કરોડ મળ્યા બાદ, ફરી 8 કરોડની રોડ રસ્તાની માહિતીઓ સાથે દરખાસ્ત નાખતા 7 કરોડ ફાળવી દેવાયા હોવાનું જાણવા મળે છે. જેમાં એક કરોડ અગાઉ આપેલાને પણ ગણીને તમામ ફાળવણી થઈ હોવાનું ગણાવાઈ રહ્યું છે.

આટલા સમય સુધી લોકો પરેશાન થયા બાદ હવે મોડે મોડે થયેલી ફાળવણી થતા શું માત્રચુંટણીઓની રાહ જોવાઈ રહી હતી તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીધામમાં કમરતોડ રસ્તાઓના કારણે જનાક્રોશ એટલો વધી ગયો હતો કે વિવિધ સ્તરે લોકોમાંથી વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...