કાર્યવાહી:ગાંધીધામના ફાઇનાન્સર દુષ્કર્મ કેસમાં વધુ 6 દિવસના રિમાન્ડ તળે

ગાંધીધામ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોવા પોલીસ પકડ્યા બાદ પણજી કોર્ટમાં રજૂ કરાયા
  • ​​​​​​​તા.21/11 ના 3 દિવસાના​​​​​​​ ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા

ગાંધીધામના ખાવડા ફાઇનાન્સના માલિક અને ચકચારી હનિટ્રેપ પ્રકરણના ફરિયાદી અનંત તન્નાને વિરૂધ્ધ ગોવા ખાતે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ અન્વયે ગોવા પોલીસે રાઉન્ડ અપ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી ગોવા લઇ ગયા બાદ ગોવા પોલીસે પણજી કોર્ટમાં રજુ કરતાં કોર્ટે તા.28/11 સુધીના રીમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સ્ટ્રગલીંગ મોડેલ દ્વારા ગાંધીધામના હોટેલિયર કમ બીઝનેસમેન વિરૂધ્ધતા.8/11ના રોજ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેને બીઝનેસ ટ્રીપના બહાને બોલાવી ફ્રૂટ જ્યુસમાં ઘેનની દવા આપી બેહોશીની હાલતમાં તે બીઝનેસમેને દુષ્કર્મ આચર્યું હતું.

આ ફરિયાદના આધારે ગોવા પોલીસે ગાંધીધામ આવી સ્થાનિક પોલીસની મદદથી અનંત તન્નાને રાઉન્ડઅપ કરી ગાંધીધામના જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ મંજુર કરાવી ગોવા લઇ ગઇ હતી.

ગોવા પોલીસે તન્નાને પણજી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો જેમાં કોર્ટે તા.28/11 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં તપાસ પીઆઇ સંધ્યાબેન ગુપ્તા કરી રહ્યા છે. અનંત તન્ના સાથે અન્ય ચાર આરોપી કોણ છે તે પણ પુછપરછના આધારે ખુલશે તેવું મંચ દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...