ગાંધીધામમાં મહેશ્વરીનગર વિસ્તારની શાળામાં આંગણવાડી બહેનોમાં કિટ વિતરણ માટે પહોંચેલા અગ્રણીઓએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે કાર્યક્રમ સ્થળમાં લોકોએ બહારથી તાળુ મારી દીધુ હતું, ભારે સમજાવટ બાદ તેને ખોલાયું હતું. આવી કોઇ ઘટના અંગે જોકે ધારાસભ્ય, કારોબારી ચેરમેન સહિતના ઈંકાર કરીને માત્ર રજુઆત કરવા લોકો આવ્યા હોવાનું જણાવ્યું હતું.
સોમવારના કિટ વિતરણનો કાર્યક્રમ પુર્ણ થતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભાજપ શહેર પ્રમુખ પંકજ ઠક્કર, પુનિત દુધરેજીયા, મહામંત્રી સહિત સ્થાનિક નગરસેવકો બહાર નિકળવા ગયા ત્યારે મુખ્ય પ્રવેશદ્વારામાં બહારથી તાળુ લાગેલું હોવાનું પ્રતિત થયું હતું. લોકોએ રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવા અંગે વિરોધ કરવા આ માર્ગ અખત્યાર કર્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સમજાવટ બાદ તાળુ ખોલાતા સહુએ રાહતનો દમ લીધો હતો, દરમ્યાન કેટલાક કાઉન્સીલર દિવાલ ઠેકી ગયા હોવાની ચર્ચા પણ છેડાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.