પરિવારમાં માતમ:આદિપુરમાં દાઝેલી 8 વર્ષિય માસૂમ બાળકીએ દમ તોડ્યો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 દિવસ પહેલાંની આ ઘટનાથી પરિવારમાં માતમ
  • ભુજ પછી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી

આદિપુરના મુન્દ્રા સર્કલ પાસે નાના બાળકો સાથે રમતા રમતા તા.14/2 ના રોજ દાઝી ગયેલી 8 વર્ષીય બાળકીએ સારવાર દરમિયાન અમદાવાદ ખાતે દમ તોડ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુન્દ્રા સર્કલ પાસે કાચા છાપરામાં રહેતી 8 વર્ષીય મોસમ રામજનભાઇ બહુજન તા.14/2 ના બપોરે 12 વાગ્યે નાના છોકરાઓ સાથે રમી રહી હતી ત્યારે આગ લાગતાં તે ગંભીર રીતે દાઝી ગઇ હતી.

માસુમને પ્રથમ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ ભુજ સારવાર માટે લઇ જવાઇ હતી અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તા.2/3 ના રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં માસૂમ મોસમે દમ તોડ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીએ આ બાબતે આદિપુર પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પરિવારની 8 વર્ષીય મોસમનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...