આજે ગુરૂવારના રોજ ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ ખાતે E-FIR ના પ્રચાર-પ્રસાર કરવા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરીના કિસ્સામાં લોકોને પોલીસ સ્ટેશન જવું ન પડે, તે માટે ઇ-એફ.આઈ.આર.ની સુવિધા ચાલુ કરવામાં આવી છે, તેની પ્રક્રિયાઓ શું છે? અને કઈ રીતે થઈ શકાય, તેની સમગ્ર જાણકારી માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસ.પી. સહિતના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
ઈ એફઆઈઆરની સમગ્ર જાણકારી આપવા કાર્યક્રમ યોજાયો
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે અમિત શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું હતુ કે, ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને. તે જ આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
મહિલાઓ-વડીલોને માહિતી અને માર્ગદર્શન અપાયું
ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસ, ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તા. 23/07/2022ના રોજ ઈ એફ.આઈ.આર. એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના ભુજ રેન્જ આઈજીપી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત લોકો, મહિલાઓ અને વડિલોને ઓનલાઈન એફ.આઇ.આર દાખલ કેમ કરવી તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાહન ચોરી અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ઈ-એફ.આઇ.આર. નોંધાવવાની સુવિધાનો પ્રારંભ કરી દેવાયો છે, જેમાં કોઈ પણ પ્રજાજનો વાહન કે મોબાઈલ ફોન ચોરાઈ જાય, તેવા કિસ્સામાં ઇ-એફ.આઇ.આર ની સુવિધા મેળવી શકે, તે માટેની જે સુવિધાનો લોકો વધુને વધુ ઉપયોગ કરી શકે તે માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર રહેલા તમામ લોકોને ઇ-એફ.આઇ.આર કઈ રીતે નોંધાવી શકાય, તેની માહિતી ભુજ રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.