દુર્ઘટના:ચાવલા બ્રીજ નીચે ટ્રક એસટી બસમાં ટકરાતાં 11 વર્ષની બાળકી ઘાયલ થઇ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા ઝીરો પોઇન્ટ પાસે ડમ્પર અડફેટે બાઇક ચાલકને ઇજાઓ પહોંચી

ગાંધીધામના ચાવલા બ્રીજ નીચે ટ્રક એસટી બસમાં ટકરાતાં બારી પાસે બેઠેલી 11 વર્ષીય બાળકીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હોવાની, તો કંડલા ઝીરો પોઇન્ટ પાસે ડમ્પર અડફેટે બાઇક ચાલક ઘાયલ થયો હોવાની એમ બે માર્ગ અકસ્માતની ઘટના નોંધાઇ છે.

મુળ મોરબીના હાલે મુન્દ્રા ભક્તિનગરમાં રહેતા 31 વર્ષીય ઇકબાલભાઇ ઇસાભાઇ ધંઢ તેમની પત્ની સિરીન , માતા શરીફાબેન, પિતા ઇસાભાઇ અને ચાર સંતાનોને લઇ મુન્દ્રા જામનગર બસમાં આમરણ જવા માટે ગત સવારે પોણા છ વાગ્યે નીકળ્યા હતો સવારે 7 વાગ્યે બસ ટ્રાફીક પોલીસ ચોકી સામે ચાવલા ઓવર બ્રીજ નીચેથી બસ સ્ટેશન તરફ ચાલકે વાળી ત્યારે રેલ્વે સ્ટેશનના ગેટ તરફથી પુરપાટ આવેલી ટ્રક બસમાં ડ્રાઇવર સાઇડની બારીમાં ટકરાતાં બારી પાસે બેઠેલી તેમની 11 વર્ષીય પુત્રી અફસાનાને જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ઇકબાલભાઇએ ટ્રક ચાલક વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તો, મુળ ઉત્તરપ્રદેશના હાલે ગાંધીધામ કાર્ગો આઝાદનગરમાં રહેતા 32 વર્ષીય સુરજ બસંતભાઇ યાદવ ગત સાંજે પોણા છ વાગ્યે દીનદયાળ પોર્ટની જેટી નંબર3 ઉપરથી સુભાષનગરમાં રહેતા સૌરભ યાદવ સાથે બાઇક પર ગાંધીધામ તરફ આવી રહ્યા હતા. તેઓ ઝીરો પોઇન્ટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલા ડમ્પર ચાલકે તેમની બાઇકને અડફેટે લેતાં તેબને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂધ્ધ તેમણે કંડલા મરિન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બસ સ્ટેશન રોંગ સાઇડમાંથી જવાનું હોવાના કારણે અકસ્માત સર્જાય છે
ગાંધીધામ બસ સ્ટેશન સામે નીર્માણ થયેલા ઓવરબ્રીજમાં બસ સ્ટેશન જવામાં અગવડતા પડી રહી છે એસટી બસ ચાલકો તેમજ બસ સ્ટેશન આવતા જતા વાહન ચાલકોને ફરજીયાત ચાવલા બ્રીજ નીચેથી રોંગસાઇડમાં જવું પડે છે , તો બસ સ્ટેશનમાંથી નીકળી ભચાઉ કે ભુજ તરફ જતી વેળાએ પણ એક થી દોઢ કિલોમીટર સુધી રોંગ સાઇડ ચાલવું પડે છે જેના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ બસ સ્ટેશન જો અન્યત્ર ખસેડાય તો આવા બનાવો ઘટે તેવી માંગ પણ થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...