આદિપુરની મૈત્રી સ્કુલ બની સેન્ટર:રાજકીય આગેવાનોને સાથે રાખી તમામ ઈવીએમને સુસજ્જ કરાયા

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 350 જેટલા ઈવીએમ,વીવીપીટને ચાલુ કરાયા
  • સ્ટ્રોંગ રૂમ ખુલ્લો મુકાયો, નિશ્ચિત પ્રમાણમાં ઈવીએમમાં 1 હજાર મત નાખીને ટેસ્ટ કરવામાં આવશે

ચુંટણીના ધમધમાટમાં નેતાઓ તેના પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે તો વહિવટી તંત્ર તેને સુચારુ રુપે પતાવવાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે. ગાંધીધામ વિધાનસભા બેઠકના કેંદ્ર રુપે મૈત્રી સ્કુલનું પ્રાંગણ ફરી એક વાર સુસજ્જ થઈ ગયું છે. જેમાં ગાંધીધામના 309 બુથને મશીનો પહોંચાડવાની લઈને તેને સજ્જ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.

ગાંધીધામ વિધાનસભા બેઠક કે જેમાં ગાંધીધામ આદિપુર સંપુર્ણ સાથે છ ગામો, ભચાઉના 20 જેટલા ગામ અને અંજાર તાલુકાનું એક વરસાણા સામેલ થાય છે. તે તમામ મળીને કુલ 309 બુથ ઉભા કરવાના રહે છે. તે અનુસાર અંદાજે 350 જેટલા ઈવીએમ, વીવીપેટ સહિતની મશીનરી મૈત્રી સ્કુલના સેન્ટર ખાતે ખડકાવાઈ ચુકી છે.

જેને ડ્રો અનુસારની પદ્ધતિ મુજબ અલગ અલગ સેન્ટરો માટે મશીન ફાળવીને તેને પાવર ઓન કરીને ચેક કરી ફીટીંગની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. સુત્રોએ જણાવ્યું કે રાજકીય આગેવાનોને ઉપસ્થિત રાખીને કેટલાક ઈવીએમમાં મત નાખીને ચેક કરવામાં પણ આવશે. ગાંધીધામ બેઠકના મુખ્ય અધિકારી મામલતદાર કચેરી સહિતના સરકારી વિભાગો ચૂંટણી કાર્યમાં જોડાઇ ચૂક્યા છે.

‘પોતાના બધા કામ મુકીને અચુક મતદાન કરો’ ઃ સંસ્થાઓએ કાઢ્યો જાગૃતિ રથ
ગાંધીધામની કર્તવ્ય ટીમ અને અગ્રવાલ સમાજ દ્વારા મતદાતા જાગૃતિ અને 100% મતદાન થાય એ માટે ગાંધીધામ, આદિપુર ના વિવિધ વિસ્તારમાં મતદાન જાગૃતિ રથ કાઢીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિ રથ મા લોકો ને મતદાન માટે પ્રોસ્થાહિત કરવા માટે વિવિધ સૂત્રો વાળા લખાણ ના બેનર લગાડવા માં આવ્યા છે, સાથે લાઉટ-સ્પીકર થી મતદાન જાગૃતિના ગીત સાંભળાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...