વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની માહિતી આપી:ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના તમામ પ્રતિનિધિઓએ કંડલા પોર્ટની મુલાકાત લીધી

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રતિનિધિઓની યજમાની કરવામાં આવી હતી. પોર્ટના અધ્યક્ષ એસ.કે. મહેતા, ડિપ્યુટી અધ્યક્ષ નંદીશ શુક્લાની હાજરીમાં અધ્યક્ષે તેમને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને ખર્ચના ફાયદા વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી જે દીનદયાળ પોર્ટ ઓથોરીટી કાર્ગો હેન્ડલિંગમાં આપે છે.

પોર્ટના જન સમ્પર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના તમામ પ્રતિનિધિઓએ પોર્ટની મુલાકાત લીધી હતી. પોર્ટ અને કંડલા ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (KICT) પર ઉપલબ્ધ સુવિધાઓ અને મુલાકાત દરમિયાન આપવામાં આવેલ સૌજન્યથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...