કાર્યવાહી:ખેંગારપરમાં છેડતીના બનાવ બાદ પરિણીતાના પરિવારે કર્યો હુમલો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાએ છેડતી કરનાર સામે તો સામે પક્ષે ત્રણ વિરૂધ્ધ ફોજદારી નોંધાઇ

રાપર તાલુકાના ખેંગારપરમાં પરિણીતાની છેડતીના બનાવ બાદ સામે પક્ષે પરિણીતાના પરિવારના ત્રણ સભ્યોએ ધારીયા વડે હુમલો કર્યો હોવાની ક્રોસ ફરિયાદ નોંધાઇ હતી. ભોગ બનનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.13/7 ના રોજ સવારે તેઓ ઘરે એકલા હતા તે દરમિયાન ધારાભાઇ ખેંગાભાઇ આહીરે ઘરમાં અભદ્ર માગણી કરી છેડતી કરી હતી.

તેમણે પરિવારજનોને જાણ કરી આ બાબતે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે જેના વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાઇ તેણે પરીણીતાના પરિવારના ત્રણ સભ્યો વિરૂધ્ધ નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સવારે 10 વાગ્યે તેઓ ઘરે હાજર હતા.

ત્યારે ત્રણ જણા પૈકી એકે કહ્યુ઼ હતું કે તે મારી પત્ની પાસે અભદ્ર માગણી કેમ કરી , તો તેમણે આવી કોઇ માગણી કરી ન હોવાનું જણાવતાં ઉશ્કેરાયેલા ત્રણે જણાએ ઝપાઝપી કરી એક જણાએ હાથમાં ઉંધું ધારિયું ફટકાર્યું તો બીજાએ પીઠના ભાગે ધારિયું મારી જાનથી મારી નાખવાની કોશીષ કરી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

રાપરમાં પરિણીતા પાસે અભદ્ર માગણી કરી, 2 માસ પીછો કરી જાતિય સતામણી કરાઇ
રાપરમાં રહેતી ભોગ બનનાર પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરમાં જ રહેતા તેમના સબંધીએ બે માસ પહેલાં તેઓ કામસર બહાર નિકળ્યા હતા ત્યારે નામ લઇ તેને બોલાવી હાથ પકડી અભદ્ર માગણી કરી હતી. આ બાબતે તેમણે પોતાના સાસુને વાત કરતાં છેડતી કરનારની માતાને કહેતાં થોડા દિવસ ચાલ્યું પણ ત્યારબાદ બે માસથી તે પીછો કરી સતત જાતિય સતામણી કરતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પીએસઆઇ જી.બી.માજીરાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...