સ્થિતિ ક્યારે સુધરશે તે પ્રશ્ન:વરસાદ બાદ ફરી કમરતોડ બન્યા રોડ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં સર્વિસ માર્ગ પર કિચડ અને ટ્રાફિકથી નાળામાં કાર ખાબકી, ચાલકનો આબાદ બચાવ

ગાંધીધામમાં ફરી બે દિવસથી થઈ રહેલા છુટાછવાયા વરસાદ બાદ મલબો નાખેલા માર્ગોની પરિસ્થિતિ ફરી પહેલા જેવીજ થઈ ગઈ છે. ટાગોર પાર્ક પાસે ટ્રાફિક અને કિચડના કારણે એક કાર સરકતા નાળામાં પડી ગઈ હતી, ગાંધીધામના જિંદાદીલ લોકોએ તુરંતજ મદદે દોડી આવતા ચાલકનો આબાદ બચાવ થયો હતો, પણ વધતી આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકશે અને માર્ગોની સ્થિતિ ક્યારે સુધરશે તે પ્રશ્ન સતત ઉઠી રહ્યો છે.

શનિવારના રાત્રે ટાગોર રોડ ટ્રાફિકને જે સર્વિસ રોડ પર આખો ડાયવર્ટ કરાયો છે, જે ટાગોર પાર્ક પાસે ભારે વાહનોના આવા ગમન અને કિચડના કારણે ફસડાતી કાર વરસાદી નાળામાં ખાબકી ગઈ હતી. ઘટના સમયે આસપાસ રહેલા લોકો તુરંત મદદ માટે દોડી ગયા હતા. ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જેને હાથ અને ખંભામાં કેટલીક ઇજા પહોંચી હતી.

તો ઘટના બાદ જાગેલા પ્રશાસને નાળા આગે રીબીન્સ લગાવીને પોતે સતર્ક હોવાનો નાદાન પ્રયાસ પણ કર્યો હતો. ગત મહિને વરસાદ બાદ શહેરના માર્ગોની થયેલી તારાજીથી ભભુકેલા જનાક્રોશ બાદ મલબો નાખીને સંતોષ મનાયો હતો, જેની અસર પણ છેલ્લા બે દિવસના આંશીક વરસાદ બાદ ઉતરી જતા ફરી પહેલા જેવાજ અપરંપાર ખાડાઓ ધરાવતા માર્ગો બની ગયા છે. આ સમસ્યાથી છુટકારો લોકોને ક્યારે મળશે તે અંગે જનતામાં કોઇ વિશ્વાસ સંપાદન સતાપક્ષ કરવામાં નાકામ રહ્યું હોવાનું ફલીભુત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...