હુમલો:બાઇક અડી ગયા બાદ 7 જણા કુહાડી અને લાકડી વડે યુવાન પર તૂટી પડ્યા

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આદિપુરમાં ઝઘડા પછી છકડા ચાલકે અન્ય ઇસમો સાથે ગત સવારે હુમલો કર્યો

આદિપુરના યુવાનની બાઇક છકડામાં ટચ થયા બાદ ત્યારે થયેલા ઝઘડા પછી ગત સવારે છકડા ચાલકે અન્ય 7 લોકોને લઇ આવી કુહાડી અને લાકડી વડે યુવાન પર હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આદિપુરના ડીસી-5 વિસ્તારમાં રહેતા 32 વર્ષીય આનંદ હુકમારામ ભાર્ગવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.10/9 ના સવારે તેઓ કોર્ટ સામેનો રસ્તો બાઇક પર ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મુન્દ્રા સર્કલ તરફથી આવતા છકડામાં તેમની બાઇક અડી જતાં છકડા ચાલકે તેમની સાથે ઝઘડો કરી રસ્સી વડે માર માર્યો હતો.

ત્યારબાદ ગત સવારે તે જ છકડા ચાલકે આવીને તારામાં હવા હોલય તો આવી જા રિલાયન્સ સર્કલ પર કહેતાં તેઓ ત્યાં ગયા તો છકડા ચાલક અન્ય 7 અજાણ્યા ઇસમો સાથે લાકડી અને કુહાડી લઇને ઉભા હતા અને તેમને માર મારી ઇજા પહોંચાડી હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા.

કાર્ગો આઝાદનગરમાં આવ જા કરવા મુદ્દે યુવાનને માથામાં ધોકો ફટકારાયો
કાર્ગો આઝાદનગરમાં રહેતા દિલીપભાઇ ગણપતભાઇ દેવીપૂજકે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા.11/9 ના સાંજે બજારનું કામ પતાવી તેઓ કાર્ગો આઝાદનગર પરત આવ્યા ત્યારે ગટરના નાળા પાસે મળેલા સંજય ઉર્ફે ટાઇગર ગણપતભાઇ દેવીપૂજકે અહીં રસ્તા વચ્ચે વારંવાર કેમ આવ જાવ કરશ કહેતાં તેમણે તને શું તકલિફ છે કહેતાં ઉશ્કેરાયેલા સંજય ઉર્ફે ટાઇગરે માથામા઼ ધોકો ફટકારી ઇજા પહો઼ચાડી હતી તો ટાઇગરના ભાઇ પપ્પુ ગણપતભાઇ દેવીપુજકે પણ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...