રજૂઆત:આત્મવિલોપનના પ્રયાસ બાદ પ્રતિમાઓની સફાઈ અંગે પાલિકા સામે ધા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પટેલ સમાજે સરદાર પટેલ સહિત તમામ પ્રતિમાઓ સાફ રાખવા માંગ કરી
  • એક દિવસ અગાઉજ સમાજના યુવાને પોલીસને જાણ કરતા અટકાયત કરાઈ હતી

ગાંધીધામમાં તમામ પ્રતિમાઓ સાફ રાખવા મુદે પટેલ સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રજુઆત કરવા ધસી ગયા હતા, આગેવાનોએ ઘટતું કરવાની સાંત્વના આપી હતી. ઘણા સમયથી પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ તેમજ અન્ય પ્રતીમાઓની સાચવણી બાબતે લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ હતી, તો ધરણા પણ કરાયા હતા. હવેથી કાળજી લેવામા આવશે એવી બાહેધરી અપાઈ હતી. પણ આ અંગે કોઇ પગલા ન લેવાતા હિતેશભાઈ દ્વારા આત્મવિલોપન પ્રયાસની જાણ થતા પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા હતા.

ઘટનાના બીજા દિવસે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી પાસે રજુઆત કરવા માટે મુકેશ પટેલ, હિતેશ પટેલ, ચિરાગ પટેલ,પ્રવીણ પટેલ સહિતના દ્વારા રજુઆત કરાઈ હતી, આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની સાત્વંના પ્રમુખ દ્વારા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...