આમરડી રહેતા કપડાના વેપારીએ મુંબઇ ખાતે પોતાના કારખાનામાં ત્રણ વર્ષ પહેલાં પોતાના ગામાઇ યુવાનોને નોકરીએ રાખ્યા બાદ આ બે જણાએ કારખાનામાંથી રૂ.10 લાખના કપડાની ચોરી કર્યા બાદ શેઠે નોંધાવ્યા બાદ પોલીસે આરોપીઓને પકડી મુદ્દામાલ રીકવર કર્યા બાદ એક ન પકડાયેલા આરોપીએ વતન આવેલા શેઠનું અપહરણ કરી રૂ.10 લાગ નહીં આપ તો જાન થી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના નોંધાઇ છે.
ભચાઉ તાલુકાના આમરડીના 34 વર્ષીય નીલેશભાઇ લક્ષ્મણભાઇ બેરા (પટેલ) મુંબઇના ખાર વિસ્તારમાં રેડિમેડ કપડાનો હોલસેલનો વેપાર કરે છે. ત્રણ વર્ષ અગાઉ શાંતાક્રૂઝ ખાતે તેમનું કપડાનું કારખાનું હતું તેમાં રાપરના ઉમૈયા ગામના જયદિપસિંહ વાઘેલા અને તેના ભાઇ મયુરસિંહ વાઘેલાને 15 હજાર રુપિયા પગાર આપી નોકરી પર રાખ્યા હતા.જયદિપસિંહની ચાલ ચલગત સારી ન હોતાં તેને નોકરીમાંથી કાઢી નાખ્યા બાદ તેણે પોતાના ચાર મિત્રો સાથે મળી કારખાનામાંથી રૂ.10,00,000 ની કિંમતના કાપડની ચોરી કરી હતી.જે બાબતે શાંતાક્રૂઝ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ચર ઇસમોને પકડી લઇ તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.
જયદિપસિંહ વાઘેલા એક જ પકડાવાનો બાકી હતી. જે તું વતન આવીશ ત્યારે જોઇ લઇશ કહી ધમકી આપતો હતો. તા.5/5 ના તેઓ આમરડી માતા પાસે આવ્યા ત્યારે જયદિપસિંહ અને કરણસિંહ વાઘેલા તેમના ઘરે આવી કારમાં અપહરણ કરી ઉમૈયાની વાડીએ લઇ જઇ છરી ગળે રાખી 10 લાખ આપ નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
4 લાખ આપીશ તેવો વિશ્વાસ અપાવી જાન બચાવી
આમરડી રહેતા અને મુંબઇ વેપાર કરતા નિલેશભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ જયદિપસિંહ અને કરણસિંહ તેમના ઘરેથી અપહરણ કરી ઉમૈયાની વાડીમાં લઇ ગયા બાદ ગળે છરી રાખી રૂ.10 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં તેઓ ગભરાઇ ગયા હતા. વાડીમાં અન્ય માણસો પણ જયદિપસિંહના હોવાનું જણાતાં તેઓએ હું તમને રૂ.4 લાખ આપી દઇશ તેવો વિશ્વાસ અપાવી સમાધાન કરી ત્યાંથી જાન બચાવી ઘરે પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.