ગાંધીધામમાં ભાણેજે માસાના નિધન બાદ તેમની ખોટી સહીઓ કરી બેંક એફડી, વીમાની રકમ જેવી કિંમતી સિક્યુરિટી, ચેક અને ડોક્યુમેન્ટ ખરા તરીકે ઉપયોગ કરી રૂ.9.04 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મુળ આંધ્રપ્રદેશના હાલે સેક્ટર-7 માં રહેતા 49 વર્ષીય શુભલક્ષ્મી સન્મુખરાવ ઇલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ સન્મુખરાવનું ગત 6 જુન 2021 ના રોજ અવસાન થયું હતું. તેમની હયાતીમાં આશાપુરા કાર્ગો કેરિયર્સના નામે વ્યવસાય કરતા હતા. તેમનું ડોક્યુમેન્ટનું કામ શુભલક્ષ્મીબેનનો વોર્ડ 7, ડી-1 માં રહેતો ભાણેજ શેખરરાવ દુર્યોધનના બોધ્ધાવર્ષ-2015 સુધી સંભાળતો હતો.
પતિનું અવસાન થયું હોવાનું જાણતો હોવા છતાં શેખરરાવે આશાપુરા કાર્ગો કેરિયર્સ ના નામની એક્સિસ બેંકની બે એફડી રૂ.2,00,000તેમના પતિની ખોટી સહી કરી તા.10 ઓગષ્ટ 2021 ના લેટરપેડનો ઉપયોગ કરી ચેક બુક મેળવી ઉપાડી લીધા હતા. તા.25 ઓક્ટોબર 2021 ના રોજ રૂ.2,93,000 નો ચેક પોતાની મારૂતિનંદન લોજિસ્ટિકના નામે લખી પતિની ખોટી સહી કરી હતી. તેમના સીએ દ્વારા કરવામાં આવેલી ટેક્ષ રિફન્ડની રકમ બાબતે તપાસ કરતાં આ ખ્યાલ આવ્યો હતો.
તપાસ કરતાં ભાણેજ શેખરરાવે તેમની પતિની ખોટી સહિ કરી કિંમતી સિક્યુરિટી, ચેક અને ડોક્યુમેન્ટ જેને ખરા તરીકે ઉપયોગ કરી કુલ રૂ.9,04,000 ની છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ભાણેજ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ નરેન્દ્રપુરી પી. ગોસ્વામી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.