હાલાકી:ગાંધીધામમાં પાણીની નવી પાઇપલાઈન નાખ્યા બાદ ઉપાધી ઘટવાના બદલે વધી!

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર ચોથા દિવસે અપાતું પાણી 3 કલાકની જગ્યાએ બે કલાક આવે છે
  • વોર્ડ 4બીસીમાં એટલું ધીમું પાણી આવે છે કે 1 દિવસ પણ માંડ ચાલે

ગાંધીધામમાં નલ સે જલ અને તે પહેલા પણ અન્ય યોજનામાં સમાવિષ્ટ કરાતા પાણીની નવી લાઈનો કરોડોના ખર્ચે નખાઈ છે. હવે સ્થાનિકોનું કહેવું છે કે જુની લાઈનમાં તો તોય નિયમાનુસાર પાણી આવી જતું હતું, નવી લાઈન બાદ તો ઉપાધી વધી ગઈ છે, એક તો પાણી ઓછો સમય આવે છે અને તેમાંય ઓછા પ્રેશર સાથે સાવે છે.

આદિપુરમાં 4બીસી વિસ્તારમાં 1 થી 30 ના રહેણાક વિસ્તારમાં પાણી સમસ્યા નવી લાઈન બાદ વધવા પામી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અહી રહેતા શંકરભાઈ ખેમચંદાણીએ જણાવ્યું કે દર ચોથા દિવસે પાણી આવે છે, પહેલા ત્રણ કલાક આવતું હતું પરંતુ હવે માત્ર બે કલાક જેટલોજ સપ્લાય આવે છે. તેમાંય પ્રેશર ઘણુ ઓછુ છે.

જેના કારણે ચાર દિવસ તો શું, એકજ દિવસ ચાલે એટલોજ જળ સંગ્રહ થઈ શકે છે. આ અંગે સ્થાનિકોએ નગરસેવકોને પણ વારંવાર રજુઆત કર્યા છતાં કોઇ નિવેડો આવતો નથી ત્યારે વાલ્વમેનોની વધતી ભુમીકા અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ અંગે સીએમઓથી લઈને પીએમઓ સુધી રજુઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

નલ સે જલ અંતર્ગત ખર્ચો ઘણો, કામ અંધાધુધ?
દરેક નળકાથી પાણી આવે તેવા પ્રયાસોના ભાગ રુપે લાગુ કરવામાં આવી રહેલી નલ સે જલ યોજના અંતર્ગત હવે મોટુ ભંડોળ પાસ કરાઈ રહ્યું છે તો અગાઉ આદિપુરમાં કેટલાક કામ થઈ પણ ચુક્યા છે, આવી પરિસ્થિતિમાં નવી લાઈન નાખ્યા બાદ પણ લોકોને થઈ રહેલી પરેશાની અને જુની લાઈનો થી પણ વધુ થઈ રહેલી અગવડ પ્રશ્નો જન્માવે છે.

અન્ય સમાચારો પણ છે...