રેન બસેરા હવે થઈ રહ્યું છે સક્રિય:અગ્રવાલ સમાજે કાર્યભાર સંભાળ્યા બાદ રોજ 20 લોકોને મળે છે છત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા કચેરી સામે બનેલું રેન બસેરા હવે થઈ રહ્યું છે સક્રિય
  • ટીમે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યુ, રોજ રહેનારાને ભોજન મળે છે

ગાંધીધામ નગરપાલિકા સામેજ નિર્મીત નિરાશ્રીતોના આશ્રય માટેનું સ્થાન રેન બસેરા લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા અગ્રવાલ સમાજ દ્વારા તેનું સંચાલન હાથ ધરાતા હવે નિરાશ્રીતોને ન માત્ર છત પણ ભોજન પણ ઉપલબ્ધ થઈ રહ્યું હોવાનું ઓન ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું હતું.

ગાંધીધામમાં મોટી સંખ્યામાં બહારથી આવતા શ્રમિકોને રહેવા માટે કોઇ સ્થળ નથી હોતું ત્યારે પાલિકા કચેરી સામે સરકારી ગ્રાન્ટથી નિર્મીત રેન બસેરાને કેમ ચાલુ નથી કરાતું તે અંગે દિવ્ય ભાસ્કરે ઉઠાવેલી મુહિમના અંતે અગ્રવાલ સમાજને થોડા મહિના પહેલા તેનું સંચાલન સોંપાયું હતું. ગત રોજ આ પ્રોજેક્ટના હેડ નટુભાઈ પ્રજાપતી અને સ્ટાફ પરિસ્થિતિનું અવલોકન કરવા પહોંચ્યા હતા,જેમાં દરરોજ અંદાજે 20 જેટલા લોકો રાત્રી રોકાણ કરતા હોવાની અને તેમને જરૂર અનુસાર ભોજન પણ અપાતું હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...