તપાસ:આદિપુરમાં 18 લાખ બાદ ઘરે પણ વધુ રોકડ મળી

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસનો દોર હવે ઈન્કમટેક્સ વિભાગ હસ્તક

આદિપુરમાં વિશેષ સ્ક્વોડ દ્વારા રાજકીય અગ્રણીના ઘરે પહોંચેલી ટીમે 18 ની રોકડ મળી આવી હતી. હવે પ્રાથમિક તપાસમાં આનો કોઇ રાજકીય સ્તરે સબંધ ન હોય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, તપાસનો દોર હવે ઈંક્મટેક્સ વિભાગ હસ્તક છે. જેમને બીજા દિવસે ઘરના સર્ચ દરમ્યાન વધુ રોકડ મળી હોવાનું જાણવા મળે છે.

અંજાર તાલુકા પંચાયતમાં હોદ્દેદાર રહી ચુકેલા આદિપુર રહેતા શંભુભાઇ માદેવાભાઇ આહિરના ઘરે પોલીસની ટીમ સાથે ફ્લાઇંગ સ્ક્વોડ શુક્રવારે બપોરે પહોંચી હતી. પ્રવેશવા મુદ્દે આનાકાની દરમ્યાન ત્રણ થી ચાર જણાએ બહાર નીકળી કારમાં ભાગવાની કોશિષ કરતા પોલીસની ટીમે પકડી લીધા હતા. આ ચારે જણાની તલાશી લેતાં તેમની પાસેથી 18 લાખ જેટલી માતબર રકમ મળી આવી હતી.

આ બાબતે આવકવેરા વિભાગને જાણ કરાતા તેમણે ઘરે પણ સર્ચ હાથ ધરી હતી, જેમાં અલગથી અંદાજે લાખોની રકમ મળી આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ હાલ તપાસ પુર્ણ ન થઈ હોવાથી ત્યારબાદજ વધુ ફોડ પાડી શકાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. પ્રાંત અધિકારીએ હાલ સુધી પ્રાથમિક તપાસમાં કોઇ અયોગ્ય થયાનું બહાર ન આવ્યું જણાવ્યું હતુ.બીજી તરફ આ પ્રકરણમાં મધ્યસ્થી માટે પહોંચેલા અન્ય અગ્રણીને પણ વિભાગે કેટલાક કલાક સાથે લઇ ગયાની ચર્ચા છેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...