દુષ્કર્મ આચરતાં ચકચાર:9 વર્ષની બાળકી સાથે પ્રૌઢ દુકાનદારે અડપલાં કર્યા, માતાએ ઠપકો આપ્યો તો જાતિ અપમાનિત કરાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગાંધીધામના ખોડિયારનગરમાં પોપકોર્ન લેવા આવેલી આઠ થી નવ વર્ષની માસૂમ બાળકી પર નિયત બગાડી 51 વર્ષિય પ્રૌઢ દુકાનદારે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. બાળકીની માતાએ બનાવ અંગે દુકાનદાર કિશોર ભાનુશાલી વિરુધ્ધ દુષ્કર્મ, શારીરિક અડપલાં, પોક્સો અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનાવ મંગળવારે સાંજે છથી સાડા છના અરસામાં બન્યો હતો.માસૂમ બાળકી કિશોર ભાનુશાલીની દુકાને પોપકોર્ન ખરીદવા આવી ત્યારે તેને ફોસલાવીને દુકાનની અંદરના ભાગે લઈ ગયો હતો. અહીં બાળા સાથે શારીરિક અડપલાં-દુષ્કર્મ આચર્યું હતું. દાદાની ઊંમરના આરોપીના બદકામથી હતપ્રભ થઈ ગયેલી બાળકીએ ઘટના અંગે ઘરે જઈ માતાને વાત કરી હતી.

બાળકીની માતા અને અન્ય પરિવારજનો આરોપીને આ શરમજનક ઘટના બાબતે ઠપકો આપવા માટે દુકાને ધસી ગયાં હતા. તે સમયે દુકાનદાર કિશોર ભાનુશાલીએ નફ્ફટાઈપૂર્વક પોતાનો બચાવ કરીને ઉશ્કેરાઈ જઈ બાળકીની માતા સહિતના લોકોને ગાળો આપી હતી. પોલીસે આરોપી કિશોર ભાનુશાલીને પકડી લીધો છે. ઘટનાની તપાસ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...