ધરપકડ:આડેસર પોલીસે 56 હજારના મુદ્દામાલ સાથે બે પકડીને, 3 ચોરીનો ભેદ ઉકેલ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરીની ઘટનાઓને અંજામ આપનાર ચાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન

આડેસર પોલીસે બાતમીના આધારે રૂ.56 હજારના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પવનચકક્ષ્કીમાંથી ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. આડેસર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઇ બી.જી.રાવલને ખાનગી રાહે બાતમી હકિત મળેલ કે કુંભારીયા સીમ વિસ્તારમાં આવેલ બી.બી.સી.એલ કંપની નીપવનચકડીઓ માથી કોપર કેબલ તથા તાંબાની ડેટોની ચોરી થયેલ છે.તે ચોરી ક૨વનાર બે ઈસમો પોતાની ફોર વ્હીલ બલેનો ગાડી થી ચોરી કરેલ મુદ્દામાલ વેચવા કે સગે વગે કરવા માટે નીકળેલ છે અને તેઓ કુંભારીયા સીમ વિસ્તારમાથી ગાગોદર તરફ આવી રહેલ છે.

તેવી ચોક્કસ બાતમી આધારે કુંભારીયા રોડ પર જતી કારને રોકી તલાશી લેતાં 3 પવનચકકીમાંથી ચોરી કરનાર સદ્દામ અબ્રાહિમ સમા અને ઇકબાલ અબ્રાહિમ સમાને રૂ.56,000 ની કિંમતના કોપર કેબલ , બસબાર તાંબાની પ્લેટો તથા એસીબી સર્કિટ સાથે પકડી ગુનો નોંધ્યો હતો. જ્યારે બાબુ ગોવાભાઇ કોલી, મેંદા પ્રભુભાઇ કોલીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...