અંજાર પોલીસ મથકે નોંધાયેલા મારામારીના ગુનામાં અજાપર આરોપીને પકડવા ટીમ સાથે પહોંચેલા મહિલા પીએસઆઇને આરોપીએ ગાળો આપી તું મારી અટક કરી બતાવ મારી સામે 20 ગુના નોંધાયા છે જણાવી પોતાના સાગરીતને ફોન કરી સમાજના 50 લોકોને પોલીસ મથકે લઇ પહોંચવાનું જણાવી ફરજમાં રૂકાવટ કરી હોવાની ઘટના નોંધાઇ છે.
અંજાર પોલીસ મથકે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા છાયાબેન ભાવસિંહ રાઠોડ પોલીસ ચોપડે નોંધાયેલા મારામારીના બનાવમાં બાતમીના આધારે અજાપર પાટિયા પાસે આરોપીની અટક કરવા આજે બપોરે પહોંચ્યા હતા અને વરસામેડી રહેતા જગાભાઇ પચાણભાઇ રબારીને મારામારીના બનાવમાં અટક કરવાનું જણાવતાં જ ઉશ્કેરાયેલા જગાભાઇએ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ગાળો આપી તું મારી અટક તો કરી બતાવ કહી મારી ઉપર 20 ગુના નો઼ધાયા છે જણાવી પોતાના મોબાઇલ પર કોઇને ફોન કરી સમાજના 50 માણસો લઇને અંજાર પોલીસ મથકે આવો મારી અટક કરાઇ છે.
એટલું જ નહીં મહિલા પીએસઆઇને જણાવ્યું હતું કે પોલીસ કે કોર્ટ મારું કંઇ બગાડી શક્યા નથી જો તું મારી અટક કરીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. મહિલા પીએસઆઇએ જગાભાઇ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધાવી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.