આદેશ:વાહન લોનના ચેક રીટર્નનાં કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વળતરની રકમ 60 દિવસમાં પરત ચુકવવાનો ગાંધીધામ કોર્ટનો આદેશ

ગાંધીધામમાં વાહન લોનનાં ચેક રીટર્નનાં કેસમાં અબડાસા તાલુકાનાં રહેવાસી અબ્દુમાન આદમ સંગારને કેસ ચાલી ગયા બાદ ગાંધીધામનાં પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ તથા અધિક ચીફ જયુડી, મેજીસ્ટ્રેટે 1 વર્ષની કેદની સમા તથા વળતરની રકમ ચૂકવવા આદેશ કરી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો. ફરીયાદી ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લિ. નો કેસ એવો હતો કે આરોપી અબ્દ્રેમાન આદમ સંગારએ ફરીયાદીની ફાયનાન્સ કંપનીમાંથી વાહન લોન પર લીધેલ હતું.

આરોપીએ સદર લોનનાં રીપેમેન્ટ પેટે ચેક આપેલ, ફરીયાદી કંપની સદર ચેક બેંકમાં કલીયરીંગ માટે ૨જૂ કરેલ પરંતુ ચેક અપુરતા નાણાં ભંડોળનાં કારણે પરત ફરતાં ફરીયાદી તરફથી એડવોકેટ માફરતે કાયદેસરની નોટીસ આરોપીને ૨જી. એ.ડી. ટપાલ દ્વારા મોકલવામાં આવેલી જે આરોપીને મળી ગયેલ હોવા છતાં નિયત સમય મર્યાદામાં આરોપીએ રકમ ફરીયાદીને ચુકવેલ નથી. જેથી નિયત સમય મર્યાદામાં નેગોશિએબલ ઈન્સટ્રુમેન્ટની કલમ ૧૩૮ હેઠળ આ ફરીયાદ કરેલ હતી..

આ કેસની સુનાવણીમાં અદાલતે ફરીયાદી તરફથી કરવામાં આવેલ એવી દલીલો માન્ય રાખેલ હતી કે નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબનાં આવશ્યક તત્વો જેવા કે ફરીયાદીનું કાયદેસરનું લેણું, આરોપીની બેંકનો ચેક રીટર્ન મેમો, એકાઉન્ટ સ્ટેટમેન્ટનાં આધારે ચેકનો અનાદર થયાની હકિકત, અને આરોપી સામે કાયદેસર રીતે વસુલ થઈ શકે તે પ્રકારનું લેણું સાબિત કરવામાં ફરીયાદપક્ષ સફળ રહેલ છે.

જયારે બચાવપક્ષે બચાવનાં સંદર્ભમાં લીધેલ તકરાર જેવી કે સિકયોરીટી પેટેનાં ચેકનો દુરપયોગ વગેરે હકિકતો બચાવપક્ષ કાયદેસરનાં અનુમાનનું ખંડન કરવા માટે, નિઃશંકપણે પુરવાર કરેલ નથી તેવી ફરીયાદપક્ષની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આરોપી અબ્દમાન આદમ સંગારને એક વર્ષની કેદની સજા તથા રૂા. 2,80,000નો દંડ માંથી રૂા. 2,75,000 ફરીયાદીને વળતર પેટે 60 દિવસમાં ચુકવી આપવા. અને જો વળતર પેટેની રકમ ન ચુકવી આપે તો છ માસની વધારાની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો. ફરીયાદી ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લિ., ગાંધીધામ તરફથી એડવોકેટ રોહિત કે. રૂપારેલે હાજર રહી દલીલો કરેલ હતી તથા તેમની સાથે એડવોકેટ કુ. જયોત્સનાબા પી. જાડેજા પણ હાજરરહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...