કોર્ટનો નિર્ણય:ગાંધીધામમાં ચેક બાઉન્સના કેસમાં આરોપીને 18 માસની સાદી કેદની સજા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં આરોપીને 18 માસની સાદી કેદની સજા ઉપરાંત 4 લાખ વળતર ચુકવવાનો આદેશ આરોપીને કર્યો હતો. આ કેસની હકીકત એવી હતી કે, ગાંધીધામના રૂદ્ર એન્ટરપ્રાઇઝના માલિક શિવભાઇ વ્યાસે ફરિયાદી વિરેન્દ્રસિંહ રાઠોડ પાસેથી રૂ.4,00,000 ઉછીના લીધા હતા. જે સમય જતાં ફરિયાદીએ વારંવાર પરત આપવા જણાવ્યું હતું.

આરોપીએ ફરિયાદીના નામ વાળો પોતાના ખાતાવાળી બેંકનો એકાઉન્ટ પે ચેક આપ્યો હતો. જે ફરિયાદીએ જમા કરાવતાં અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. જે બાબતે આરોપીને જાણ પણ કરવામાં આવી હતી. પરંતુ ધ્યાન નઅપાતાં ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.બન્ને પક્ષની દલીલો સાંભળી ફરિયાદીના ધારાશાસ્ત્રી અજમલભાઇ સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખી મેજિસ્ટ્રેટ એ.કે.શર્માએ આરોપીને 18 માસની સાદી કેદની સજા તેમજ વળતર પેટે રૂ.4 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.

અંજારમાં ચેક પરતના કેસમાં ચેકની રકમ સાથે એક વર્ષની કેદ
અંજારમાં હાથ ઉછીની રકમ આપ્યા બાદ તે પરત ન આપતા ખાતામાં ચેક નાખવામાં આવ્યો હતો. જે પરત થતા કોર્ટમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં કોર્ટ દ્વારા ચેકની રકમ સાથે 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસની મળતી વિગતો મુજબ ફરિયાદી રાઠોડ જશવંતસિંહ રણજીતસિંહ (રહે. વિજય નગર, અંજાર)એ આરોપી જગદીશ અરજણભાઈ પટેલ (રહે. રામકૃષ્ણ મહાવીર નગર, અંજાર)ને હાથ ઉછીની રકમ રૂપિયા 8 લાખ આપી હતી. તે રકમ ન ચુકવતા ફરિયાદીએ ચેક ખાતામાં નાખતા ચેક બાઉન્સ થયો હતો. જેથી ફરીયાદી દ્વારા ચેક બાઉન્સની ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં બંને પક્ષ દ્વારા લેખિત અને મૌખિક પુરાવા આવ્યા બાદ અને બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અંજારના અધિક ચીફ જ્યુ. મેજી, દ્વારા ચેકની રકમ એટેલે કે રૂ. 8 લાખ વળતર પેટે ચુકવવાનો સાથે 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે સચિન એચ. પલણ હાજર રહી દલીલો કરી હતી તેમજ એડવોકેટ વિનોદ મહેશ્વરી તથા ભરત અભાણી પણ સાથે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...