આદેશ:ભચાઉમાં 40 લાખની ઠગાઇના આરોપીના જામીન ફગાવાયા

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 જુલાઇના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ન્યાયિક હિરાસતમાં છે

નવી ભચાઉના યુવકને ખેતરો વેચવાના નામે સાટા કરાર લખી આપી 40 લાખ રૂપિયા મેળવીને પાછળથી ફરી જઇ વિશ્વાસઘાત કરનાર મુંબઈના આરોપીની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની વિગતો મુજબ, આરોપી કાનજી અણદા ગજેરા વિરૂધ્ધ ગત 14 જૂલાઈના રોજ ભચાઉ પોલીસ મથકે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ તે ન્યાયીક હિરાસતમાં છે. આરોપી કાનજીએ રેગ્યુલર જામીન મુક્તિ માટે અરજી કરી હતી.

આ અરજીની સુનાવણીમાં ભચાઉના બીજા અધિક સેશન્સ જજ પી.ટી. પટેલે અવલોકન કરતાં જણાવ્યું કે સામાન્યતઃ આઈપીસી 406 અને 420 હેઠળ 7 વર્ષની સજાપાત્ર ગુનો હોઈ અદાલતોએ જામીન આપવા જોઈએ પરંતુ દરેક કેસના સંજોગો જુદા જુદા હોય છે. સમાજમાં આવી ઘટનાઓ ખૂબ સરળતાથી ઘટી રહી છે અને એટલે જ ન્યાય પ્રણાલિ પરથી આમઆદમીનો ભરોસો ડગી રહ્યો છે.

મુંબઈમાં રહેતો શખ્સ 40 લાખ રૂપિયા પડાવી લે તે બાબત ગંભીર હોવાનું માની છેતરપિંડીનો ગુનો દાખલ થયા બાદ ફરિયાદી પાસેથી પોતે ઊંચા વ્યાજદરે ઉછીના નાણાં મેળવ્યાં હોવાનું આરોપીનું કથન જામીન આપવા માટે ઉચિત ગ્રાઉન્ડ જણાતું ન હોવાથી કોર્ટે આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. આ કેસમાં સરકારી વકીલ ડી.એસ.જાડેજા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...