આંકડામાં ભેદભરમ:ફરિયાદી મુજબ 53 લાખની અને પોલીસ ચોપડે 1.80 લાખની ચોરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોંધ-ચીરઇ પાસે ગેટકોની લાઇનમાંથી થઇ તસ્કરી

ભચાઉ તાલુકાના વોંધ અને ચીરઇ પાસે ગેટકો કંપનીની લાઇનમાંથી થયેલી કેબલ ચોરીમાં ફરિયાદી અને પોલીસ વચ્ચે મિસ મેચ થતાં ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ 53 લાખની ચોરી થઇ છે જ્યારે પોલીસ ચોપડામાં 1.80 લાખની કેબલ ચોરી નોંધાતાં આંકડામાં ભેદભરમ સર્જાયો છે.

ભચાઉ પોલીસ મથકના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, વોંધ અને છાડવારા લોકેશન પર આવેલા ગેટકો કંપનીના 28/9 થી 29/0 તેમજ ચોપડવા-મોટી ચીરઇ ટાવર લોકેશન નંબર 26/0 થી 27/0 માંથી કોઇ અજાણ્યા ઇસમો રૂ.1,80,000 ની કિંમતના કુલ 18,488 મીટર કેબલ તેમજ વાયરોને થાંભલા સાથે કનેક્ટ કરતા અલગ અલગ કંપનીના હાર્ડવેર ફિટીંગના સાધનોની ચોરી થઇ હોવાની ફરિયાદ ગેટકોની કોન્ટ્રાક્ટર કંપની બજાજ ઇલેક્ટ્રીકલ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહેલા સંજયકુમાર રાજેશ્વર રામ (તૈલી) એ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...